રાજકોટમા રહેતા શિક્ષિકાને લગ્નજીવનના રપ વર્ષ બાદ પતિએ ત્રાસ આપવાનુ શરૂ કરતા તેણીને તેમના પુત્ર સાથે અલગ રહેવા જવુ પડયુ છે. પતિના આડાસબંધથી ત્રાસી ગયેલા શિક્ષિકાએ સાસરીયાઓને કહી તેમના પતિને સમજાવવા માટે અનેકવાર પ્રયત્નો કર્યા છતા પતિ સુધરવા માટે તૈયાર ન હોય શિક્ષિકાએ પોલીસમા ત્રાસ અંગેની ફરીયાદ નોંધાવી છે.
રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર ક્રાંતિવિર મંગલ પાંડે ટાઉનશીપમા રહેતા પારૂલબેન મહેશભાઇ પટેલ (ઉ.વ. પર) નામના મહીલાએ તેમના પતિ મહેશ નાનજીભાઇ પટેલ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે જેમા તેમણે જણાવ્યુ હતુ કે તેમના લગ્ન ર000 ની સાલમા ભાણવડના વેરાડ ગામે રહેતા મહેશભાઇ પટેલ સાથે સમાજના રિત રીવાજ મુજબ થયા હતા ત્યારબાદ તેઓ અહી રાજકોટમા રહે છે અને પારૂલબેન કાલાવડ પ્રાથમીક શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેઓના પતિ માલધારી ફાટક પાસે અલગ રહે છે.
પારૂલબેને વધુમા જણાવ્યુ હતુ કે ગઇ તા 27-10 ના રોજ સવારના સમયે પારૂલબેનના મોબાઇલમા સુમનબેન કે જેઓ મહેશભાઇના અક્ષર રેસ્ટોરન્ટમા કામ કરતા હોય તેનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યુ કે તમારા પતિ મહેશભાઇ મારી સાથે બળજબરી કરે છે અને ખરાબ હરકતો કરે છે. ત્યારબાદ પારૂલબેન બાલાજી ઇન્ડ. એરીયામા આવેલી અક્ષર રેસ્ટોરન્ટે તેમના દિકરા સાથે પહોંચ્યા હતા અને તેમના પતિ સાથે વાત કરી હકીકત જાણતા પતિએ વાતનો સ્વીકાર કર્યો કે તેમને સુમનબેન સાથે સબંધ છે આ બાબતે પારૂલબેને તેમના પતિ મહેશભાઇના સગા બહેન લાલપુરવાળા મંજુલા બહેન, ધાંગ્રધા વાળા છાયાબેન અને બનેવી કમલેશભાઇને ફોનથી જાણ કરી હતી જેથી મહેશભાઇને ફોનમા બધાએ સમજાવ્યા હતા ત્યારબાદ તેઓ સમજીને પારૂલબેન સાથે રહેવા લાગ્યા હતા થોડા સમય બાદ પતિ મહેશભાઇ નાની નાની બાબતોમા ઝઘડો કરવા લાગ્યા હતા અને માનસીક ત્રાસ આપતા હતા અને કહેતા હતા કે હુ જેવો છુ તેવો રહીશ ત્યારબાદ તા 10-11-24 ના રોજ સવારના ઘરેથી જતા રહયા હતા અને પારૂલબેનની જાણ બહાર તેમના ભાગી આવતી મિલકતો વેચી નાખવાની કોશીષ કરી હતી આ મામલે યુનિવર્સીટી પોલીસમા ફરીયાદ કરતા પીએસઆઇ બી. એસ. ચૌહાણ તપાસ ચલાવી રહયા છે.
