ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાની લાલચે ઠગાઈ કરતો રાજકોટનો શિક્ષક પકડાયો

નખત્રાણામાં આવેલી ખાનગી શાળામાં રમત ગમતના શિક્ષકે બાળકોને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા માટે લઇ જવાનું કહી રૂૂપિયા 4.43 લાખ પડાવી લીધા બાદ પલાયન થઇ જતા ગુનો…

નખત્રાણામાં આવેલી ખાનગી શાળામાં રમત ગમતના શિક્ષકે બાળકોને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા માટે લઇ જવાનું કહી રૂૂપિયા 4.43 લાખ પડાવી લીધા બાદ પલાયન થઇ જતા ગુનો નોધાયા બાદ પોલીસે અમદાવાદની એક શાળામાં જાળ બિછાવવા પહોંચેલા આરોપી શિક્ષકને દબોચી લીધો છે.

નખત્રાણા પોલીસે આરોપી રમત ગમતના શિક્ષક પ્રજ્ઞેશ હનુભા બારહટને ઝડપી લીધો છે. આરોપી નખત્રાણાની ખાનગી શાળામાં નોકરી કરતો ત્યારે બાળકોને ક્રિકેટની ટુર્નામેન્ટ રમવા માટે લઇ જવાનું કહી તેમના વાલીઓ પાસેથી કુલ રૂૂપિયા 4.43 લાખ રૂૂપિયા પડાવી પલાયન થયો હતો.જે બાબતે નખત્રાણા પોલીસ મથકે રજૂઆત કરાઈ હતી. આ મામલે પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપી શિક્ષક અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું હતું.તપાસ કરતા એક શાળામાં આરોપી નોકરી માટે ઈન્ટરવ્યું આપીને નીકળેલો હતો.

જે બાદ શાળાના આચાર્યની મદદથી તેને પરત બોલાવાયો હતો અને આવતાની સાથે પોલીસે તેને ઉઠાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી સામે રાજકોટ બી ડીવીઝન અને ઇન્ફોસીટી(ગાંધીનગર)માં ગુના નોધાયેલા છે. આ મામલે પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપી શિક્ષક શાળામાંથી રૂૂપિયા પડાવી લીધા બાદ ભાગી જતો અને મોબાઈલ-સીમકાર્ડ સહીતની ચીજવસ્તુઓ બદલી દીધા બાદ અન્ય શાળામાં નોકરી માટેની તૈયારી કરતો હતો.

છેલ્લા 20 દિવસથી પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે આરોપી અમદાવાદ હોવાનું અને એક શાળામાં નોકરીની તૈયારી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.આરોપીનું ઈન્ટરવ્યું લીધા બાદ તેને જ નોકરી પર રાખવાનું હતો જોકે પોલીસે સ્થળ પર પહોચી સમગ્ર બાબતની જાણ કરતા આરોપી પોલીસને હાથ લાગ્યો હતો.

આરોપી શિક્ષક રમત ગમત ક્ષેત્રે ડીગ્રી ધરાવતો હતો.જેથી અલગ અલગ ખાનગી શાળામાં નોકરી કરવા જોડતો હતો.જે બાદ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને વિશ્વાસમાં લઇ ક્રિકેટ,વોલીબોલ જેવી રમતો રમવા માટે બહાર લઇ જવાનું કહી તેમની પાસેથી રૂૂપિયા પડાવી લઇ પલાયન થઇ જતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *