ભારે મંદી વચ્ચે રાજકોટ TDSનું રેકોર્ડબ્રેક કલેક્શન

દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ઝોન મુજબ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે જેને પરિપૂર્ણ કરવામાં આવકવેરા વિભાગને ઘણી મહેનત પણ કરવી પડે…

દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ઝોન મુજબ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે જેને પરિપૂર્ણ કરવામાં આવકવેરા વિભાગને ઘણી મહેનત પણ કરવી પડે છે ત્યારે ટીડીએસ વિભાગની વાત કરવામાં આવે તો હું રાજકોટના ટીડીએસ કચેરીએ રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું છે. મંદીનો માહોલ હોવા છતાં પણ 92% જેટલી આવક રાજકોટ વિભાગ દ્વારા કરવામાં આવી છે જે ઐતિહાસિક છે. 7000 કરોડ ના ટાર્ગેટ સામે એક્સાઈટ સો કરોડથી વધુની આવક રાજકોટ વિભાગને થઈ છે. સૂત્રો દ્વારા જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં 20 ટકાથી વધુનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. અગાઉનો ટાર્ગેટ પરિપૂર્ણ પણ થઈ ગયો હતો ત્યારે સીબીડીટી દ્વારા રિવાઇઝ ટાર્ગેટ 7000 કરોડ કરવામાં આવ્યો જેમાંથી 6,100 કરોડથી વધુની આવક થવા પામી છે.

પ્રવર્તમાન નાણાકીય વર્ષ માટેનો ટાર્ગેટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે થોડા જ સમયમાં આ ટાર્ગેટ પણ જાહેર કરી દેવામાં આવશે. ગત વર્ષનો પહેલો ટાર્ગેટ વિભાગે ખૂબ સરળતાથી પરિપૂર્ણ કરી લીધો હતો અને રિવાઇઝ ટાર્ગેટની નજીક પણ વિભાગ પહોંચી ચૂક્યું છે ત્યારે જરૂૂરી એ છે કે આ વખતે કેટલો ટાર્ગેટ આપવામાં આવે છે અને તેને મેળવવા માટેના પગલાં કયા પ્રકારે વિભાગ લેશે. હાલ ટીડીએસ પણ આવકવેરા વિભાગ માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. જેને હાંસલ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

આગામી સપ્તાહથી આવકવેરા વિભાગમાં ઉતરશે બદલીનો ઘાણવો
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહથી દરેક પોસ્ટની બદલીનો ઘાણવો ઉતરવાનો છે. ત્યારે જે માહિતી મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો રાજકોટ આઇટીની મહત્વની બ્રાન્ચ ગણાતી ઇન્વેસ્ટિગેશનમાં પણ હાલ કોઈ મોટા ફેરફાર ન થાય તેવી અટકળો ચાલી રહી છે. મુખ્યત્વે અપીલ સહિતના વિભાગમાં બદલીઓ થવાની વાતે જોર પકડ્યું છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યભરમાં હાલ આવકવેરા વિભાગ મા બદલીને લઇ ગણગણાટ થઈ રહ્યો છે. અપીલની સાથો સાથ ટીડીએસ માં પણ અધિકારીઓને બદલવામાં આવે તેવું સ્પષ્ટ ચિત્ર ઊભું થયું છે. હાલ સર્ચ ઓપરેશનની પણ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે પરંતુ બદલીનો ઘાણવો ઉતરવાનો હોવાના કારણે હાલ આ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગશે તેવું આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *