રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં ગંદકીનું સામ્રાજ્ય, વહીવટી તંત્રની ઘોર બેદરકારી

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, હિરપરા જયંતીભાઈ, જીગ્નેશભાઈ વાગડિયાની…

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, હિરપરા જયંતીભાઈ, જીગ્નેશભાઈ વાગડિયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્ય ભરના એસ.ટી બસ સ્ટેશનો પર પિચકારી મારનારા અને ગદકી કરનારા મુસાફરો પાસેથી ₹200 નો દંડ વસૂલવામાં આવશે આ અંગે રાજકોટના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી. ઠુંમર અને સિનિયર ડેપો મેનેજર જી.એચ. ચગ દ્વારા રાજકોટ એસ.ટી બસપોર્ટ ગંદકી કરનારા સામે દંડાત્મક કાર્યવાહી થશે એવી પ્રેસ મોકલવામાં આવી છે. આ બાબતને અભિનંદન સાથે આવકારીએ છીએ અને સ્વચ્છતા એ અનિવાર્ય છે. વડાપ્રધાનના પણ સ્વચ્છ ભારત અભિયાનમાં દરેક સહભાગી બને એવી મુસાફર હિતરક્ષક સમિતિની અપીલ છે.

પરંતુ એસ.ટીનો સફાઈ કોન્ટ્રાક્ટ આપવામાં ₹35 કરોડની હાથ સફાઈ કરનારાઓને પણ બરતરફ કરો. રાજ્યમાં 16 ડિવિઝનો અને 225 ડેપો હાલ કાર્યરત છે. આ ડિવિઝનો ના અલગ અલગ ટેન્ડરો બહાર પાડવામાં આવતા હતા. ખરેખર આઠ ડિવિઝનના 7.73 કરોડ લેખે 15 કરોડ થવી જોઈએ. તે વધારીને ₹50.84 કરોડ કરી દેવામાં આવી છે. અગાઉ ડિવિઝન કક્ષાએ સફાઈની ટેન્ડર પ્રક્રિયા થતી હતી પરંતુ હવે એસ.ટીની વડી કચેરીથી રાજ્યભરના સફાઈ ટેન્ડરની કામગીરી થતી હોય છે. ગઈકાલે તા – 02/03/2026 સવારે 6:45 કલાકે એસ.ટી બસ પોર્ટની મુલાકાત દરમિયાન પ્લેટફોર્મ નંબર 6 અને 15 ની સામે કચરો, રેપર અને ગંદકી જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બસપોર્ટ માં ગંદકી કરનારા મુસાફરો સામે ₹ 200 ના દંડની ચીમકી આપનારા બસપોર્ટમાં અને બસમાં ગંદકી અંગે તંત્ર સમક્ષ વખતોવખત લેખિત રજૂઆત કરવામાં આવી છે બસપોર્ટ નો સમગ્ર વિસ્તાર સીસી ફૂટેજ કવરેજમાં હોય અને તેમ છતાં તસ્વીરમાં દેખાતી આ ગંદકી કચરો કે પાણીની બોટલો કોઈ મુસાફરે કરેલ ન હોય તો તગડો પગાર લેનારા રાજકોટના સિનિયર ડેપો મેનેજર અને બસપોર્ટ ના સ્ટેન્ડ ઇન્ચાર્જ ની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ અને તેઓની સામે પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ આ ફોટાઓ અને બસપોર્ટની ગંદકી અંગે રાજકોટના વિભાગીય નિયામક એમ.પી રાજ નું ધ્યાન દોરવામાં આવેલ છે. જવાબદારો સામે પગલા ભરે એવી રાજકોટ બસપોર્ટ પર આવતા હજારો મુસાફરો વતી ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ અપેક્ષા રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *