પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા એચજીવી (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી એચજીવી જી.જે.03. બી.વાય, જી.જે.03. બી.ઝેડ નું રી-ઓકશન તા.26-12-2024થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરીonline http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.
નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.26-12-2024 થી 28-12- 2024 ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા 28-12-2024 થી 30-12-2024ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા 31-12-2024 ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જરૂૂરી છે. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.
