મહાનગરપાલિકાના આધારકેન્દ્ર ખાતે છેલ્લા થોડા સમયથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના માટે તંત્ર દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરાઈ હતી. છતાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે આધારકાર્ડ કેન્દ્રની મુલાકાત લઈ લોકોની મુશ્કેલીઓ જાણી હતી. જેમાં મંડપ અને પીવાના પાણીની સુવિધા અગત્યની હોય કમિશનરે અરજદારોની તમામ સમસ્યાઓ હલ કરવાની સુચના આપતા આજે આધારકાર્ડ કેન્દ્ર ખાતે રંગબે રંગી મંડપો જોવા મળ્યા હતાં. તેવી જ રીતે બે કચેરી વચ્ચે નિકળતા રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને ટોકન સિસ્ટમ મુજબ કામગીરી શરૂ કરાતા મંડપ નીચે પ્રસંગમાં આવ્યા હોય તે રીતે અરજદારોને બેઠેલા જોવા મળ્યા હતાં. તેવી જ રીતે પાણીની પણ વ્યવસ્થા થઈ ગયેલ હોય અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટોકન સિસ્ટમ સવારથી ચાલુ કરાતા આધારકાર્ડ કેન્દ્રમાં પણ ઓપરેટરો દ્વારા શાંતિપૂર્વક કામગીરી ચાલુ હોવાનું પણ જોવા મળેલ. (તસ્વીર : મુકેશ રાઠોડ)
આધારકાર્ડ કેન્દ્ર ખાતે લગ્ન જેવો માહોલ: અરજદારો ખુશ
મહાનગરપાલિકાના આધારકેન્દ્ર ખાતે છેલ્લા થોડા સમયથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના માટે તંત્ર દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરાઈ હતી. છતાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે આધારકાર્ડ કેન્દ્રની…
