રાજકોટના પોલીસમેન પર વઢવાણમાં બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ અવધપાર્ક-2 અવધેશ્વર મંદિર પાછળ રહેતા 29 વર્ષના ક્રિપાલસિંહ ભગવાનસિંહ સિંધવ રાજકોટ સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તા. 23-11-2024ના રાત્રિના સમયે વઢવાણ 60 ફૂટ રોડ લોકોલેજ સામે ગેસ્ટ હાઉસમાં તેઓની કારની ચાવી ખોવાઈ ગઇ હતી. આથી આ અંગે પ્રદીપ ભરવાડને કહેતા ઉશ્કેરાઇ જઈને માર માર્યો હતો. ઉપરાંત પ્રદીપે રૂૂતુરાજને બોલાવી લોખંડના પાઇપથી હુમલો કરતા ઇજાઓ પહોંચી હતી. ક્રિપાલસિંહે બી-ડિવિઝન પોલીસમાં ચોકડી ગામના રૂૂતુરાજ રબારી, પ્રદીપ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના પોલીસમેન પર વઢવાણમાં ટપોરીનો હુમલો
રાજકોટના પોલીસમેન પર વઢવાણમાં બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ અવધપાર્ક-2 અવધેશ્વર મંદિર પાછળ રહેતા 29 વર્ષના ક્રિપાલસિંહ ભગવાનસિંહ સિંધવ…
