અંગતપળોનો વીડિયો પતિને મોકલી મહિલાના છૂટાછેડા કરાવી નાખ્યા
જૂનાગઢની એક મહિલાને લગ્નની લાલચ આપી રાજકોટના રેલનગરના શખ્સે દુષ્કર્મ આચયું હતું.આ અંગેનો વિડિયો ઉતારી મૂહિલાના પતિને મોકલી છૂટાછેડા કરાવ્યા હતા.બાદમાં લગ્ન ન કરી મારી નાખવા ધમકી આપી હતી.આ અંગે મહિલાએ ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ,જૂનાગઢમાં રહેતી એક મહિલા સાથે બે વર્ષ પૂર્વે રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા ધર્મેશ નાથા મકવાણાએ મિત્રતા કેળવી લગ્ન કરવા લાલચ આપી હતી.બાદમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
ગત તા.12 એપ્રિલના જૂનાગઢની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.અને તેનો વિડીયો ઉતારી લઈ મહિલાના પતિને મોકલી તેના પતિ સાથે છૂટાછેડા કરાવી નાખ્યા હતા.
ત્યારબાદ પણ ધર્મેશ મકવાણાએ મહિલા સાથે લગ્ન કર્યા ન હતા.તેમજ ફોન પર ગાળો આપી મારી નાંખવા ધમકી આપી હતી.આખરે આજે મહિલાએ રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા ધર્મેશ નાથા મકવાણા સામે ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે આઈ.ટી.એકટ,દુષ્કર્મ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
