રાજકોટનો શખ્સ રૂા.9.21 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો

ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો : 14.27 લાખનો મુદ્દામાલ કબ્જે રાજકોટના દૂધસાગર રોડ પર રહેતા શખ્સને રાજકોટ જિલ્લા એસઓજીની ટીમે કોટડા સાંગાણીના ખરેડા ગામ…

ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો : 14.27 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટના દૂધસાગર રોડ પર રહેતા શખ્સને રાજકોટ જિલ્લા એસઓજીની ટીમે કોટડા સાંગાણીના ખરેડા ગામ પાસેથી 9.21 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લઈ ડ્રગ્સ સહિત રૂા. 14.27 લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળતાની સાથે જ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામી દેવા અને કડક કાર્યવાહી કરવા તેમના તાબા હેઠળના તમામ પોલીસ મથકના પી.આઈ. તેમજ એસઓજી અને એલસીબીની ટીમને સુચના આપી હોય જેને અનુસંધાને એસઓજીના પીઆઈ એફ.એ. પારગી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક શખ્સ કોટડાસાંગાણી તરફ ડ્રગ્સનો જથ્થો લઈને નિકળવાનો છે. જેના આધારે વોચ ગોઠવી ખરેડાથી ગોંડલ તરફ જતાં રસ્તે એસઓજીની ટીમે જીજે 3 એનકે 2044 નંબરની કારને અટકાવી હતી.

તલાશી લેતા કારચાલક રાજકોટના દૂધસાગર રોડ સાગર ચોક હાઉસીંગ સોસાયટીમાં રહેતો મુળ ગોંડલનો સાહીલ ઉર્ફે રજાક ફિરોજભાઈ ગોપલાણી હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી રૂા. 9.21 લાખની કિંમતનું 92.960 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. એમ.ડી. ડ્રગ્સ તેમજ કાર સહિત રૂા. 14.27 લાખનો મુદદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સાહિલ અગાઉ પણ જૂનાગઢમાં માદક પદાર્થોની હેરાફેરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. સાહિલ આ ડ્રગ્સનો જથ્થો કોનીપાસેથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની બાબતો ઉપર તેની પુછપરછ માટે તેના રિમાન્ડની માંગ કરવામાં આવશે. અને આ મામલે તપાસમાં વધુ નામ ખુલે તેવી શક્યતા છે.

એસઓજીના પીઆઈ એફ.એ. પારગી સાથે પીએસઆઈ કે.એમ. ચાવડા, પી.બી. મિશ્રા, પરબતભાઈ શામળા, વિપુલભાઈ ગુજરાતી, શિવરાજભાઈ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, વીરરાજભાઈ ધાંધલ, વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાડિયા, મયુરભાઈ વિરડા, અનિરુદ્ધસિંહ જાડેજા, નૈમિષભાઈ મહેતા, વિજયગીરી ગૌસ્વામી, ચિરાગભાઈ કોઠીવાલ, કલ્પેશભાઈ કોઠીવાલ, િહિંમતસિંહ પાલ, વિપુલભાઈ ગોહિલ, રામદેવસિંહ ઝાલા, નવદીપભાઈ બાબરિયા, નિર્મળસિંહ ચુડાસમાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *