પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રોહિ/જુગાર અંગે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનવ્યે ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદશન હેઠળ પડધરી પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.એન.પરમારનાઓની રાહબરી હેઠળ મળેલ ચોક્કસ હકિકતના આધારે પડધરીના રંગપર ગામે ન્યારી ડેમ પાસેથી બોલેરો પીક-અપ વાહનમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂના જથ્થાની હેરાફેરી કરતા મનહરપુર-1, મામાદેવ મંદિરની સામે જામનગર રોડ દ્વારકાધિશ પેટ્રોલ પંપ સામે, રાજકોટ રહેતા પોપટભાઇ ધારાભાઇ ઝાપડાને કુલ બોટલ નંગ-852 કુલ કિ.રૂૂ.5,11,200ના દારૂૂ અને એક બોલેરો પીક-અપ વાહન કિ.રૂૂ-3,00,000 સહીત કુલ મુદ્દામાલ કિ.રૂૂ- 8,21,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.એન પરમાર તથા પીએસઆઈ જે જે વાળા તથા એ.એસ.આઇ. ભગીરથસિંહ માનસિંહ જાડેજા તથા રાજદિપસિંહ ભરતસિંહ જાડેજા પો.હેડ.કોન્સ. અનિરૂૂધ્ધસિંહ જયવંતસિંહ જાડેજા તથા તુષારસિંહ અજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ અશોકભાઇ વિનુભાઇ ડાંગર તથા વસંતભાઇ ઓઘડભાઇ કામગીરી કરી હતી.
