ગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ

  ગોંડલમાં પત્નીને જાહેરમાં ઢસડીને માર મારવાના વાયરલ વીડિયો બાદ ગોંડલ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર…

 

ગોંડલમાં પત્નીને જાહેરમાં ઢસડીને માર મારવાના વાયરલ વીડિયો બાદ ગોંડલ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી હતી. થોડા સમય પહેલાં ગોંડલના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું હતું. એક શખ્સ પોતાની પત્નીને જાહેર રોડ પર બેરહેમીથી ઢસડી રહ્યો હતો અને માર મારી રહ્યો હતો. આટલેથી ન અટકતા, તેણે આસપાસની દુકાનો પાસે જઈ બિભત્સ ગાળો ભાંડી હતી અને હાથમાં પથ્થર લઈ ભયનું વાતાવરણ સર્જ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વીડિયો વાયરલ થતાની સાથે જ રાજકોટ રેન્જ આઈ.જી. અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચનાથી તપાસના ચક્રો ગતિમાન થયા હતા. ગોંડલ સીટી પી.આઈ. એલ.આર. ગોહિલની આગેવાનીમાં સબ ઇન્સ્પેક્ટર એસ.આર. પંડ્યા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓપરેશન હાથ ધરી, જૂની કોર્ટ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ વિજય ઉર્ફે બહાદુર ગોરધનભાઈ સાદમીયા (રહે. કોટેચા ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ) તરીકે થઈ છે. પોલીસે જ્યારે તેને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો. પોલીસે તેની પત્નીને પણ આસપાસના વિસ્તારમાં શોધી હતી, પરંતુ તે મળી આવી ન હતી. આ શખ્સની સાથે અન્ય એક નશાની હાલતમાં રહેલા શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *