રાજકોટમા ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતો પરીવાર સીએનજીમા બેસી પડધરી ગામે આવેલા પોતાનાં કુળદેવી માતાજીનાં દર્શને જઇ રહયો હતો . ત્યારે રંગપર ગામનાં પાટીયા પાસે કાર ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા દંપતી અને તેનાં બે બાળકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા ઘંટેશ્ર્વર વીસ્તારમા આવેલા રપ વારીયામા રહેતા ભુરાભાઇ મશરુભાઇ ચાવડીયા (ઉ.વ. 35) તેની પત્ની રામુબેન ભુરાભાઇ ચાવડીયા (ઉ.વ. 33) પુત્રી અંજુબેન ભુરાભાઇ ચાવડીયા (ઉ.વ. 9) અને મોમ ભુરાભાઇ ચાવડીયા (ઉ.વ. 1ર ) સીએનજી રીક્ષામા બેસીને રાજકોટથી જામનગર પરત જતા હતા . ત્યારે રંગપર ગામનાં પાટીયા પાસે અજાણ્યા કાર ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ઘવાયેલા દંપતી અને તેનાં બંને સંતાનોને તાત્કાલીક સારવાર માટે એઇમ્સ બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
ઇજાગ્રસ્ત અંજુબેન ચાવડીયા ધો. 3 મા અને મોમ ચાવડીયા ધો. 7 મા અભ્યાસ કરે છે ગઇકાલે રવીવારની રજા હોવાથી દંપતી બંને બાળકોને લઇને પડધરીમા આવેલા પોતાનાં કુળદેવી ગાત્રાળ માતાજીનાં દર્શન કરવા જતા હતા . ત્યારે અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
