પ્રજાસત્તાક પર્વની પરેડને કારણે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ મોડી

હીરાસર એરપોર્ટથી 10:10 વાગ્યે ટેક ઓફ કરતી ફ્લાઈટ સવારે 11:10 વાગ્યે ઉડાન ભરશે: રાજકોટ-દિલ્હીની તમામ ફલાઇટ 1 ફેબ્રુઆરી સુધી હાઉસફૂલ દિલ્હીમાં 26મી જાન્યુઆરીની ઉજવણીમાં 10:30થી…

હીરાસર એરપોર્ટથી 10:10 વાગ્યે ટેક ઓફ કરતી ફ્લાઈટ સવારે 11:10 વાગ્યે ઉડાન ભરશે: રાજકોટ-દિલ્હીની તમામ ફલાઇટ 1 ફેબ્રુઆરી સુધી હાઉસફૂલ

દિલ્હીમાં 26મી જાન્યુઆરીની ઉજવણીમાં 10:30થી બપોરે 12:00 વાગ્યા સુધી ભારતીય વાયુસેના દ્વારા હવાઈ પરેડ યોજાવાની હોવાથી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકમાં નિયંત્રણ મૂકાયું છે.જેને ધ્યાનમાં રાખીને દિલ્હીની ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઇ રાજકોટથી દિલ્હી જતી વહેલી સવારની ફ્લાઈટોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વ દરમિયાન સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 885/886 (દિલ્હી-રાજકોટ-દિલ્હી) જે અત્યાર સુધી સવારે 10:10 વાગ્યે ટેક ઓફ કરતી હતી, તે હવે એક કલાક મોડી એટલે કે સવારે 11:10 વાગ્યે ઉડાન ભરશે.

મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે એર ઈન્ડિયા દ્વારા આ ફેરફારની જાણકારી અધિકૃત વેબસાઈટ પર ટિકિટ બુકિંગ દરમિયાન આપવામાં આવી છે. એરલાઈન્સ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી પહેલાં ફ્લાઈટના સમયની પુષ્ટિ કરી લે અને એરપોર્ટ પર સમયસર પહોંચે.

26મી જાન્યુઆરીની દિલ્હી ખાતે ઉજવણી અને 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ થવાનુ હોય જેને લીધે રાજકોટ-દિલ્હીની ફલાઇટ હાઉસફૂલ થઇ ગઇ છે. પ્રજાસતાકના પરેડમાં ભાગલેવા જનાર સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણીઓ તેમજ કાર્યકરોની સંખ્યા વધુ હોય ઉપરાંત 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા બજેટ રજૂ કરવાના હોય તે પૂર્વે સૌરાષ્ટ્રમાંથી અનદી અધિકારીઓ અને છેલ્લીઘડીએ બજેટમાં ભલામણ કરવા જનારા ઉદ્યોગકારો તેમજ સાંસદોની દિલ્હી તરફની દોટ વધુ હોવાથી રાજકોટ-દિલ્હી ઉડાન ભરતી ફલાઇટ ફૂલ હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *