ગુજરાત પોલીસમાં ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે ત્યારે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે પરીક્ષાર્થીઓને કહ્યુ છે કે આ પરીક્ષા એ માત્ર દોડ નથી પરંતુ આત્મવિશ્વાસની કસોટી છે. રાજુભાઈ ધ્રુવ અને ભાવિકભાઈ અગ્રાવતે યુવા પેઢીને સંકલ્પ, સંયમ અને આત્મવિશ્વાસ અંગે ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બંને આગેવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાતના લાખો યુવાનો માટે રોજગારની સાથે ગૌરવપૂર્ણ જવાબદારીનું સ્વપ્ન એટલે ગુજરાત પોલીસમાં જોડાઇ દેશ અને સમાજની સેવા કરવાનો સંકલ્પ.ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ભાગ લેનાર યુવાનો પોતાના માતા-પિતાના સપનાઓ અને પોતાની મહેનતને સાકાર કરવા લાંબા સમયથી સખત પરિશ્રમ સાથે અવિરત તૈયારી કરતા આવ્યા છે. આ મહત્ત્વપૂર્ણ અવસરે રાજકોટ રેસકોર્સ સ્થિત એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે ભાવિક એકેડેમી દ્વારા યુવા ઉમેદવારોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
એકેડેમીના અનુભવી કોચ તથા યુવાઓને જરૂૂરી માર્ગદર્શન આપી પોલીસ ભરતી માટેની પરીક્ષા કસોટીમાં સહજતા તથા સરળતા સાથે ઉત્તીર્ણ થાય તે માટે અથાગ પરિશ્રમ કરતા ભાવિકભાઈ અગ્રાવત તથા રાષ્ટ્રસેવા-લોકસેવા-સમાજસેવાને જીવનમંત્ર માનતા પં.દીનદયાળ ઉપાધ્યાય વિચારમંચના અધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ દ્વારા યુવાવર્ગમાં દેશભક્તિ અને લોકસેવાની ભાવના સાથે પોતાનો ધંધા રોજગાર કે નોકરી વ્યવસાય કરે તે માટે યુવાઓને શારીરિક સાથે માનસિક રીતે મજબૂત રહેવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાવિક એકેડેમીના કોચ ભાવિકભાઈ અગ્રાવતે પણ યુવાઓને દોડ, શ્વાસ નિયંત્રણ, શરીરની સ્થિતિ અને માનસિક સંતુલન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું અને કહ્યું કે નિયમિત મહેનત અને સકારાત્મક વિચારધારા જ સફળતાની ચાવી છે. કાર્યક્રમના અંતે તમામ યુવા ઉમેદવારોને વિજય ભવના આશીર્વાદ સાથે દેશસેવા માટે અડગ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવાની ભાવનાથી ગુંજતું રહ્યું.
