નીટ પરીક્ષા કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચના અમદાવાદમાં દરોડા

નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા અને રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની…

નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા અને રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની ધરપડક કરી તમામની રિમાન્ડ ઉપર પુછપરછ શરૂૂ કરી છે. ફરાર ત્રણ આરોપીને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ અને સુરત દોડી ગઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, રાજેશ પેથાણીએ ફૂલ ચાર વાલીઓ પાસેથી નિટમાં સારા માર્ક મેળવવા માટે સેટિંગ કર્યું હતું અને એક વાલી પાસેથી રૂૂપીયા લીધાં હતાં. આ કૌભાંડમાં સંડોવાયેલ સુરત અને કર્ણાટકના ટોળકીના સભ્યોની શોધખોળ શરૂૂ કરી છે. આધારકાર્ડમાં સરનામું બદલવા માટે અમદાવાદના એક એજન્ટની મદદ લીધી હોવાની માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ તપાસ અર્થે પહોચી છે.

તપાસમાં સૌરાષ્ટ્રમાં નામી સ્કૂલો ચલાવતાં સંચાલકો પણ તેમ રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણી આણી ટોળકી સાથે સંપર્કમાં હોય જેથી મેડીકલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીને નીટમાં સારા માર્ક અપાવવા લાખો રૂૂપિયા પડાવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા (ઉ.વ.40) પાસેથી 30 લાખ લઇ પુત્ર દ્રીજને નીટમાં 650 થી વધુ માર્ક નહી આવતા ધોરાજીના રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા તેના ભાઈ સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા સીબીએસસીના પરિક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈન સામે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણી અને આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કરી પાંચ દીવસના રિમાન્ડ ઉપર પુછપરછ કરતા કેટલાક ચોકાવનારા ખુલાસા થયા છે.

મારફતે ધવલ સંઘવી સાથે રાજેશે વાત કરેલ હોય અને તેઓના કહેવા મુજબ નીટની પરિક્ષાનું કેન્દ્ર ગુજરાતને બદલે બેલગાવ કર્ણાટક ખાતે કરાવ્યું હતું જેમાં આધારકાર્ડમાં સરનામું બદલવા માટે અમદાવાદના એક એજન્ટની મદદ લીધી હોય જેને પકડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચ ની ટીમ તપાસ માટે અમદાવાદ ગઈ છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગાવનું કરન્ટ એડ્રેસ કર્યું હતું જેથી પરીક્ષા સેન્ટર બેલગાવ આવેલ હતું.

રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણી અને આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કરી રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી,સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા સીબીએસસીના પરિક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈનની શોધખોળ શરૂૂ કરી છે. પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી ક્રાઈમ બી.બી.બસીયાનીની સુચના હેઠળ પી.આઈ એમ.એન. ડામોર, પી.આઈ એમ.આર. ગોંડલીયા, સી.એચ.જાદવના માર્ગદર્શનથી ટીમના પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *