અમદાવાદથી ટ્રકના ચોરખાનામાં રૂા.12.40 લાખનો દારૂ રાજકોટ પહોંચે તે પહેલા સાયલા પાસેથી પકડાયો

  સાયલા તાલુકામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરાછાપરી દરોડા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી ગોસાળ ગામ પાસેથી ટ્રકમાંથી 12.40 લાખનો દારૃ ઝડપી પાડયો…

 

સાયલા તાલુકામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરાછાપરી દરોડા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી ગોસાળ ગામ પાસેથી ટ્રકમાંથી 12.40 લાખનો દારૃ ઝડપી પાડયો છે.

સુરેન્દ્રનગર એલસીબી પોલીને પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ દારૃ ભરીને ટ્રક જઈ રહી છે. સાયલા તાલુકાના ગોસળ ગામના પાટીયા પાસે દ્વારકાધીશ હોટલ નજીક બંધ બોડીની એક ટ્રકમાં ચોરખાનુ બનાવી અંદર ઇંગ્લિશ દારૃનો જથ્થો ભરેલો છે. તેવી બાતમીનના આધારે બાતમીવાળા ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૃ કુલ 1620 બોટલ (કિં.રૃ. 12,40,920), એક ટ્રક (કિં.રૃ.10 લાખ), એક મોબાઈલ (કિં.રૃ. 5000) તથા રોકડ રૃ. 7950 મુળી કુલ રૃ. 22,53,870 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ રૃપારામ હેમારામ જાટને ઝડપી પાડયો હતો. એલસીબીની ટીમે ઝડપાયેલી આરોપી રૃપારામ હેમારામ જાટ (રહે.પોખરાસણ ઉમેકી ઢાણી, જિ.બાડમેર) સહિત માલ મોકલનાર, રમેશકુમાર મગારામ જાટ (રહે. પોખરાસણ, જિ,બાડમેર) તથા ટ્રક માલિક એમ કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા ઘણા સમય પછી અન્ય ટીમોની કામગીરીને લઈ એલસીબી હરકતમાં આવીને કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એસએમસીની ટીમે 42 દિવસમાં ત્રણ દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૃનું કટિંગ અને ગેરકાયદે કેમિકલ ચોરી ઝડપી પડયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *