રાજકોટના કારખાનેદારને ખરીદ માલની ચૂકવણી માટે આપેલો 26.77 લાખનો ચેક પરત ફર્યો’તો
રાજકોટના ઉત્પાદક પાસેથી ખરીદેલા રૂૂા. ર6.77 લાખના હાર્ડવેર પ્રોડકટની ખરીદી પેટે આપેલ ચેક રિટર્ન થયાની ફોજદારી ફરિયાદમાં સ્પેશ્યલ કોર્ટે બેંગલોરના વેપારીને રાજકોટ કોર્ટમાં હાજર થવા સમન્સ કાઢ્યું છે.
આ અંગેની ફરિયાદની હકીકત મુજબ, રાજકોટના કોઠારીયા રિંગ રોડ ઉપર કે.પી. ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિલીપભાઈ લાલજીભાઈ કપુરીયા ’જય ખોડલ પોલીમર્સ’વાળા પાસેથી શરવનકુમાર (સરનામુ: માતાજી માર્કેટીંગ, કુંબરપેટ રોડ, ગોલારપેટ, બેંગલોર-કર્ણાટક) ‘માતાજી માર્કેટિંગ’વાળાએ હાર્ડવેર પ્રોડકટની કરેલી ખરીદી પેટે બાકી રહેતી રકમ રૂૂા.26.77 લાખ ચુકવવાનો ચેક આપેલ. જે ચેક દિલીપભાઈ કપુરીયાએ તેમની બેંકમાં રજૂ કરતા ચેક ‘ફન્ડ્સ ઇન્સફીસીયન્ટ’ ના શેરા સાથે પરત ફર્યો હતો.
જે અંગે લીગલ નોટીસ મોકલ્યા છતાં શરવન કુમારે ચેકની રકમ ભરપાઈ નહીં કરતા દિલીપભાઈ કપુરીયાએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળ સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. જેમાં ‘માતાજી માર્કેટીંગ’ ના નામથી બેંગલોર મુકામે ઘંઘો કરતા શરવનકુમારને રાજકોટની સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટે હાજર થવા અંગેનો સમન્સ ઇસ્યુ કર્યું છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાઘવ, ચાર્મી કે. પંડયા રોકાયા છે.
