ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ

ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…

ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને ’તુ-તુ મે-મે’ના દ્રશ્યો સર્જાયા હતા. આ ગરમાગરમી વચ્ચે કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારોએ એકાએક ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ છે, જ્યારે ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

ઘટનાસ્થળે મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરતા સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા તેમના ઉમેદવારો અને પરિવારજનોને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 7 ના ઉમેદવાર દિનેશ પાતરે જણાવ્યું હતું કે, સ્થાનિક વાલ્મિકી સમાજના યુવાનોને ચૂંટણી લડતા રોકવા માટે જ્ઞાતિના એજન્ટો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતી પેઢલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

રાજેશભાઈ કોટડીયાએ આજે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. ઉમેદવારી પાછી ખેંચવા પાછળ પક્ષમાં થઈ રહેલા અન્યાયને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ’આપ’ની સ્થાનિક નેતાગીરીમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઉપરાંત જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠકની કોંગ્રેસના ઉમેદવાર હીનાબેન પ્રતાપરાય લાલુએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *