ઇન્ડિગો એરલાઇન્સે 23 એપ્રિલ 2026 થી મુંબઈ અને જામનગર વચ્ચે દૈનિક ફ્લાઇટ સેવા શરૂૂ કરી છે, જે જામનગર એરપોર્ટ અને અહીંના રહેવાસી ઓ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. આ નવી સેવા જામનગર તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુસાફરો માટે હવાઈ કનેક્ટિવિટી વધારશે.
નવી સેવા મુજબ, ફ્લાઇટ 6 ઈ 5150 મુંબઈ થી જામનગર માં સવારે 10:35 એ પહોંચશે, ત્યારબાદ ફ્લાઇટ 6 ઇ 5151 જામનગર થી મુંબઈ માટે 11:25 એ પ્રસ્થાન કરશે, જે મુસાફરોને વ્યવસાયિક તેમજ મનોરંજન યાત્રા માટે અનુકૂળ સમયપત્રક આપે છે.
ઇન્ડિગોની આ સેવા ભારત સરકારની ઉડાન 2.0 (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના સાથે સુસંગત છે, જેનો હેતુ સામાન્ય નાગરિક માટે હવાઈ મુસાફરીને વધુ સુલભ અને સસ્તી બનાવવાનો છે. આ પહેલ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુ ના મુસાફર કેન્દ્રિત અભિગમ ને પ્રતિબિંબિત કરે છે, જેમાં મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી, સુવિધા અને સેવા ગુણવત્તા પ્રદાન કરવાનો ભાર મુકાયો છે.
આ સિદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના દૃષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થઈ છે અને તેમના વિકસિત ભારત 2047 ના વિઝન સાથે સુસંગત છે, જેમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરળ મુસાફરી પર ભાર મૂકવામાં આવ્યો છે. મુંબઈ સાથે ની સુધારેલી કનેક્ટિવિટી મુસાફરો ને દેશ અને વિદેશના અન્ય ગંતવ્યો સુધી સરળ પહોંચ આપશે, જેના કારણે વેપાર, પર્યટન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
ઇન્ડિગો એરલાઇન્સનું આગમન જામનગર એરપોર્ટના વધતા મહત્વને દર્શાવે છે. અને તેની પ્રાદેશિક હવાઈ નેટવર્ક માં મજબૂત સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. જામનગર એરપોર્ટ મુસાફરોને સુરક્ષિત, કાર્યક્ષમ અને મુસાફરકેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.તેમ એરપોર્ટ ડિરેક્ટર જામનગર એ જણાવ્યું છે.
