રાજકોટ ચેમ્બરનું શનિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન

  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી શનિવારે સાંજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન, સંગીત સંધ્યા, સન્માન સમારંભ અને ભોજન સમારંભનું આયોજન કરાયું…

 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી શનિવારે સાંજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન, સંગીત સંધ્યા, સન્માન સમારંભ અને ભોજન સમારંભનું આયોજન કરાયું છે.

વેપાર-ઉદ્યોગની વરિષ્ઠ અને 70 વર્ષથી સતત કાર્ય2ત એવી મહાજન સંસ્થા “2ાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી”ના વિશાળ સભ્ય પરીવારનું સ્નેહ મિલન, સંગીત સંધ્યા અને સ્વરૂૂચી ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રે આગવું યોગદાન આપનારાઓનું સમારંભનું તા.04-01-2025, શનિવા2ના સાંજના 6-00 વાગ્યે, રોયલ-સેફોન પાર્ટી પ્લોટ, સપ્તપદી પાર્ટી પ્લોટ પાછળ, કાલાવડ રોડ રાજકોટ ખાતે આયોજન ક2વામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમનાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (આર્સ વિદ્યામંદિર મુંજકા) તેમજ રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મેયર તેમજ વિવિધ સંસ્થાના હોદેદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ માટે રાજકોટ ચેમ્બરનાં સભ્યોએ પોતાના પાસ ચેમ્બરની ઓફિસેથી વહેલીતકે મેળવી લઈ આ સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા તમામ સભ્યોને અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *