આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ 31 ડિેસેમ્બર છે, રાત્રે 12 વાગ્યાતી નવા વર્ષ 2025ની શરૂૂઆત થઇ જશે. જોકે, ન્યૂ ઇયર પાર્ટી અને સેલિબ્રેશનને લઇને હવે ગુજરાત પોલીસ પર સવાલો ઉઠ્યા છે. લોકસભા સાંસદ ઉમેદ પટેલે ગુજરાત પોલીસને દારૂૂબંધી મુદ્દે આડેહાથે લીધી અને એક પછી એક ચાબખા માર્યા છે.
દીવ અને દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે નવા વર્ષની ઉજવણી અને દારુબંધીને લઇને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવીને ઝાટકી છે. તેમને પ્રહારો કરતાં કહ્યું કે, દમણમાં જેટલો દારૂૂ નથી વેચાતો નથી એટલો તો ગુજરાતમાં ઝડપાય છે. ગુજરાત પોલીસ ન્યૂયર પાર્ટીમાં માત્ર નામની કાર્યવાહી કરે છે, દારૂૂના નશામાં ના હોય તેની સામે પણ ગુજરાત પોલીસ કાર્યવાહી કરે છે. ઉમેશ પટેલે આરોપ લગાવ્યો કે, ગુજરાત પોલીસની નીતિરિતીથી દમણ-દીવમાં સહેલાણીઓ ઘટ્યા છે, ન્યૂયરની પાર્ટીમાં 7 વર્ષથી સહેલાણીઓની સંખ્યા સતત ઘટતી રહી છે.
