રાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસો

લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી…

લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ

રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી જામનગર રોડ ઉપર રહેતા અને મેટોડામાં કરીયાણાની દુકાન ચાલવતા વેપારીએ બીમાર પત્નીની સારવાર માટે ખીરસરાના વ્યાજખોર પાસેથી 10 ટકા વ્યાજે રૂૂ.2.75 લાખ લીધા બાદ રકમ ચૂકવી દીધા છતાં વધુ રકમ પડાવવા વ્યાજખોરે વેપારીના મકાન અને દુકાન પડાવી લેતા આ મામલે મેટોડા પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી જામનગર રોડ ઉપર રહેતા અને મેટોડા જી. આઇ. ડી. સી. ગેઇટ નં.1 માં આવેલ અંજલી પાર્ક સોસાયટીમાં ક્રીષ્ના પ્રોવીઝન સ્ટોર નામે કરીયાણા ની દુકાન ચલાવતા અનાર્ધનભાઇ ભાવેન્દ્રભાઈ ખાંડા (ઉવ.40)ની ફરિયાદને આધારે મેટોડા પોલીસે ખીરસરાના જીતેન્દ્રભાઈ અમૃતભાઈ રત્નોતર સામે ગુનો નોંધ્યો છે. અનાર્ધનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનું મુળ વતન રસલપુર ગામ, થાના-ભોગરાઇ જી.બાલેસુર (ઓડીસા) છે. તે વર્ષ 1998 થી રાજકોટમાં રહે છે. તેની પાસે ખાનગી વપરાસ માટે ઇકો કાર છે જેના નં. જીજે -03-એલબી 8027 છે.

જે સેક્ધડ હેન્ડ મામાના દિકરા ગોપાલભાઇ નાયક ના નામે ખરીદ કરેલ છે. આશરે પાંચેક મહીના પહેલા અનાર્ધનભાઇના પત્નિ અંજુનું રાજકોટ હોસ્પીટલ ચોક ખાતે અકસ્માત થયેલ હોય જેથી મારે દવાખાનાના કામ સબબ પૈસાની જરૂૂર પડતા અનાર્ધનભાઇની કરીયાણાની દુકાને આવતા સાગરભાઈને વાત કરતા તેને ખીરસરાના જીતેન્દ્રભાઈ અમૃતભાઈ રત્નોતર સાથે સંપર્ક કરાવેલ હતો. અને પાંચેક મહિના પહેલા જીતેન્દ્રભાઇ પાસેથી 10 ટકા માસીક વ્યાજે રૂૂ.2.75 લાખ પત્નીની સારવાર માટે લીધેલ હતા. જેના બદલા ઇકો કાર જીજે -03-એલબી 8027 નું નોટરાઇઝ વેચાણ લખાણ કરાવી તેની આર. સી. બુક સીક્યોરીટી પેટે આપેલ હતી. અનાર્ધનભાઇ દર મહિનાનું રૂૂ.27,500 વ્યાજ ચુકવતા હતા. અને વ્યાજની રકમ આપવામાં મોડુ થાય તો અનાર્ધનભાઇ પાસેથી પેનલ્ટી લેતા હતા. અને આ વ્યાજ તથા પેનલ્ટી સાથે પાંચેક મહીનામાં આશરે રૂૂ.2 લાખ ચુકવેલ હતા. અનાર્ધનભાઇને ઇકો ગાડીની જરૂૂર હોય મામાં દિકરા મેકવેલ કંપની મેટોડામાં નોકરી કરતા વિશ્વનાથ ગાંગુલીના નામે રૂૂ. 1 લાખની લોન લીધી હતી. અને રોકડા જીતેન્દ્રભાઇના ખીરસરા ખાતેના મકાને આપવા ગયેલ હતા.

અને તેના બદલામાં ઇકો ગાડી આપવાનું કહેતા જીતેન્દ્રભાઇએ અનાર્ધનભાઇને કહેલ કે તારે અહીંથી જીવતુ જવુ હોય તો તારા મકાનના દસ્તાવેજ તથા તારી દુકાનનો દસ્તાવેજ તથા એક કોરો ચેક આપી દે નહીતર તને જીવતો નહી જવા દઉ તેમ કહેતા અનાર્ધનભાઇ ખુબજ ડરી ગયેલ અને અને ઘરે જઇ એક કોરો ચેક તથા પરાપીપળીયા જે મકાનમાં અનાર્ધનભાઇ રહે છે. તે મકાનનો દસ્તાવેજની નકલ તથા મેટોડા જી.આઇ.ડી.સી. આશુતોષ પાર્કમાં આવેલ અનાર્ધનભાઇના નામની દુકાનના દસ્તાવેજની નકલ લઇ જીતેન્દ્રભાઈને આપી દીધેલ અને જીતેન્દ્રભાઇએ અનાર્ધનભાઇ પાસેથી રૂૂ. 1 લાખ પણ લઇ લીધેલ અને ઇકો ગાડી આપેલ નહી. જીતેન્દ્રભાઈને આટલા રૂૂપીયા આપેલ હોવા છતા વધારાના રૂૂ.2,75,000 તથા રૂૂ.30,000 ગીરવે મુકેલ ગાડીના ખર્ચની ઉઘરાણી કરી મકાન તથા દુકાન પડાવી લેવાની ધમકી આપતા અને ફેડરલ બેંકનો ચેક બાઉન્સ કરી અનાર્ધનભાઇ ઉપર ખોટી ફરીયાદ કરવાની તથા મારા ઘર તથા મારી દુકાન ઉપર કબજો કરવાની ધમકી આપતો હોય જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *