સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા મૂળ રાજકોટના વેપારીને પ્રોડક્ટ રીવ્યુ અને રેટીંગ આપી મોટું કમિશન આપવાની વાત કરી બે યુવતીએ રૂૂ.58.06 લાખ જમા કરાવી માત્ર રૂૂ.31 હજાર વિડ્રો કરવા દઈ બાકીની રકમ રૂૂ.57.75 લાખ પરત નહીં કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી ઠગ ટોળકીને એકાઉન્ટ કમિશનથી ભાડે આપનાર અમદાવાદના ઈલેક્ટ્રીશીયનની ધરપકડ કરી છે.પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ,મૂળ રાજકોટના વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય માર્મિકભાઈ (નામ બદલ્યું છે) લાઈટ પોલ નાખવાનું કામ કરે છે.ગત 16 ઓગષ્ટના રોજ તેમના ટેલીગ્રામમાં અનસુયાએ મેસેજ કરી પાર્ટ ટાઈમ જોબની ઓફર કરતા કહ્યું હતું કે એકથી ત્રણ કલાક કામ કરવાથી રૂૂ.1550 થી રૂૂ.4650 મળશે.બે દિવસ બાદ ફરી ટેલીગ્રામ ઉપર અભિનાયાએ મેસેજ કરી પોતે મેંગો ફેશનમાંથી બોલે છે તેમ કહી તેમની કંપની પ્રોડક્ટને રીવ્યુ અને રેટીંગ આપવાના બદલામાં કમિશન આપે છે, જો તમે રોજના 30 રીવ્યુ ડેટા સબમીટ કરશો તો તેના કમિશન પેટે રૂૂ.700 થી રૂૂ.1500 નું કમિશન આપવામાં આવશે તેમ કહી બાદમાં મેંગો ફેશન કંપનીમાં કામ કરવા રજીસ્ટ્રેશન કરાવી રૂૂ.10 હજારનું બોનસ જમા કરાવ્યું હતું.
ત્યાર બાદ તેમણે માર્મિકભાઈને અલગ અલગ ટાસ્ક સોંપી તેના બદલામાં તેમના વોલેટમાં મોટી રકમ જમા બતાવી હતી.જોકે, ટાસ્ક પેટે પૈસા જમા કરાવવાની સાથે સિક્યુરિટી પેટે અને જમા બેલેન્સ વિશે કરવા માટે તેમણે ટુ ટુકુલ રૂૂ.58,06,272 અલગ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.તેમાંથી તેમણે માર્મિકભાઈને માત્ર રૂૂ.30,858 વિડ્રો કરવા દઈ બાકીની રકમ વિડ્રો કરવા માટે વધુ પૈસા જમા કરવા કહેતા માર્મિકભાઈને ઠગાઈ થયાની જાણ થઈ હતી.આ અંગે તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ઉપર ફરિયાદ કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસે આજરોજ ઠગ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તેમને એકાઉન્ટ રૂૂ.10 હજારના કમિશનથી વાપરવા આપનાર ઈલેક્ટ્રીશીયન સજ્જદગુલ ખાન મસ્તગુલખાન પઠાણ ઉ.વ.22, રહે.ઘર નં.2/14, રાહિલપાર્ક ડુપ્લેક્ષ, એનલહક સોસાયટીની સામે, ફતેહવાડી, સરખેજ રોડ, અમદાવાદ. મૂળ રહે.મોટા કસ્બા, જામા મસ્જીદની સામે, ઈડર, જી.સાબરકાંઠા) ની ધરપકડ કરી હતી. સજ્જાદગુલખાન મસ્તગુલખાન પઠાણના એકાઉન્ટમાં આ ગુનામાં રૂૂ.8 લાખ જમા થયા હતા અને તેના બેન્ક એકાઉન્ટમાં રૂૂ.10,10,196 ના વ્યવહારો થયા છે. સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં રૂૂ.8 લાખ બેન્ક એકાઉન્ટમાં ફ્રીજ કર્યા છે.
