અમદાવાદમાં તા.1 જુલાઇથી નવા પ્રોજેક્ટમાં 10 ટકા અને જૂનામાં પાંચ ટકાનો વધારો આવશે પરંતુ રાજકોટના બિલ્ડરો હજુ ‘વેઇટ એન્ટ વોચ’માં
ભારે મંદીના કારણે ભાવ વધારો કરવા હાલ કોઇ વિચારણા નથી, યુધ્ધ સમાપ્ત થતા રો-મટીરિયલ્સના ભાવ ઘટવાની આશા: પરેશ ગજેરા
અમેરિકા-ઇરાન વચચે ખેલાયેલા યુધ્ધના કારણે મોંઘવારી વધતા અમદાવાદના બિલ્ડોરએ તા.1 જૂલાઇથી નવા પ્રોજેક્ટમાં 10 ટકાનો અને જૂના પ્રોજેક્ટમાં પાંચ ટકાનો ભાવ વભારો કરવાનો નિર્ણય લીધો છે અને ક્રેડાઇ અમદાવાદ દ્વારા આ અંગે સતાવાર જાહેરાત પણ કરી છે. પરંતુ રાજકોટના બિલ્ડોર હજૂ ભાવ વધારો કરવા અંગે અવઢવમાં છે અને થોડો સમય સ્થિતિ જોયા બાદ નિર્ણય લેવાના મુડમાં છે.
તેમણે જણાવ્યુ હતુ કે, યુધ્ધની સ્થિતિ અને મોંઘવારીના લીધે રીયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે મંદી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભાવ વધારો કરવામાં આવે તો થોડી-ઘણી ધરાકી છે તેની ઉપર પણ અસર પડે તેવી ભીતિ છે. ગજેરાએ જણાવેલ કે, હાલ યુધ્ધ થાળે પડી ગયુ છે. ત્યારે ર-મટીરિયલ્સના વધેલા ભાવો પણ સામાન્ય થવાની આશા છે. તેથી થોડો સમય રાહ જોયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. અમદાવાદમાં રાજકોટ કરતા સ્થિતી સારી છે. રાજકોટમાં મંદી વધુ હોવાથી હાલ કોઇ જોખમ લેવા માંગતુ નથી છતા આગામી દિવસોમાં રો-મટીરિયલ્સના ભાવો ઘટે નહીં તો આગળ નિર્ણય લેવામાં આવશે.
વધી રહેલ ક્ધસ્ટ્રકશન રો-મટીરીયલ્સના ભાવોના કારણે બાંધકામ વ્યવસાય પર ગંભીર અસર થઈ છે. આ અંતર્ગત પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવા બે દિવસ પહેલા ક્રેડાઈ અમદાવાદ દ્વારા એક વિશેષ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 400થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. ક્રેડાઈના ચેરમેન રાજેશ વસવાણી, પ્રમુખ આલાપ પટેલ સહિત શહેરના અગ્રણી બિલ્ડરોએ આ હાઈલેવલ બેઠકમાં માર્કેટને અસર કરતા તમામ પરિબળો અંગે ઊંડી ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડીંગ્સમાં ઉપયોગી રો મટીરીયલ્સની સપ્લાય ચેઈન ખોરંભે પડી છે. આ આંતરરાષ્ટ્રીય તણાવને લીધે આયાતી સામગ્રીના ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે અને રો-મટીરિયલના ભાવમાં 20%થી લઈને 60% જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. બાંધકામમાં વપરાતા મુખ્ય મટીરીયલ્સના ભાવમાં આશરે 30%થી 50% જેટલો ધરખમ ભાવ વધારો થયેલ છે અને હજુ પણ આ વધારો ચાલુ જ છે, જેના પરિણામે પ્રોજેકટ કોસ્ટ ખૂબ વધી ગઈ છે.
ક્રેડાઈએ સ્પષ્ટ કર્યું છે કે, 30 જૂન સુધી ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જોકે, 15 જૂન, 2026થી જ નવા બુકિંગ અને અમુક પ્રોજેક્ટોમાં ભાવવધારાની પ્રક્રિયા આડકતરી રીતે શરૂૂ થઈ શકે છે, જે 1 જુલાઈથી પૂર્ણપણે અમલી બનશે.
લેબરની પણ ભારે અછત
વતને ગયેલા મજૂરો પરત ન ફરતાં લેબરની ભારે અછત બાંધકામ ખર્ચમાં વધારા ઉપરાંત સમયસર પૂરતા પ્રમાણમાં રો મટીરીયલ ન મળતા બાંધકામ પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે. બીજી તરફ, અન્ય રાજ્યોમાં ઇલેક્શન પૂરું થયા છતાં પણ માઇગ્રેટેડ લેબર્સ (પરપ્રાંતીય મજૂરો) પોતાના વતનમાંથી પરત આવ્યા નથી. આ કારણે મોટા પ્રમાણમાં લેબરની અછત પણ ઊભી થઈ છે, જેના લીધે ચાલુ બાંધકામના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વધુ સમય લાગે અથવા વિલંબ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
રેરાના નિયમોનું ટેન્શન
રેરાના નિયમો અને પઝેશનમાં વિલંબથી બિલ્ડરો પર આર્થિક બોજો સામાન્ય રીતે જ્યારે કોઈ પ્રોજેક્ટ અમલમાં આવે ત્યારે રેરાના નીતિ નિયમો મુજબ પઝેશન માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. જો નિયત સમય મર્યાદામાં ગ્રાહકોને પઝેશન ન અપાય તો રેરાના નિયમો મુજબ બિલ્ડરોને દંડ થવાની જોગવાઈ છે. આમ, એક તરફ કાચો માલ મોંઘો થયો છે અને બીજી તરફ કામ પૂરું કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી રિયલ એસ્ટેટ વ્યવસાયકારો માટે હાલમાં બધી જ બાજુથી આર્થિક બોજો સહન કરવાની પરિસ્થિતિ ઉદ્ભવી છે.
