5380 ચો.ફૂટથી નાના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ

રાજકોટમાં અંદાજે 500થી વધુ વેપારીઓને ફટાકડાના વેપાર કરવામાં રાહત રહે તેવો નિર્ણય કરાયો છે. આ વર્ષે પણ 500 ચોરસ મીટરમાં ફટાકડાનો સ્ટોલ કરનાર ફાયર એનઓસી…

રાજકોટમાં અંદાજે 500થી વધુ વેપારીઓને ફટાકડાના વેપાર કરવામાં રાહત રહે તેવો નિર્ણય કરાયો છે. આ વર્ષે પણ 500 ચોરસ મીટરમાં ફટાકડાનો સ્ટોલ કરનાર ફાયર એનઓસી નહીં લેવી પડે. શહેરમાં નાના સ્ટોલધારકો પાસે જગ્યાનો અભાવ હોવાથી ફાયર એનઓસી મેળવવામાં મુશ્કેલી પડતી હોય. આ મુદ્દે ગત વર્ષે પણ ઊહાપોહ બોલી ગયો હતો. આથી રાજ્ય સરકારે ફટાકડા વિતરકો માટે ફાયર એનઓસી અને સ્થળ તેમજ પોલીસ વિભાગને થતી ચેકિંગ કામગીરી અંતર્ગત ચેક લિસ્ટ જાહેર કર્યું છે.

જેમાં કોઇપણ સ્થળે 500 ચો.મીટર બિલ્ટઅપ એરિયામાં ફટાકડાનો સ્ટોલ હોય ત્યારે ફાયર એનઓસીમાંથી મુક્તિ અપાઈ છે. જેની સામે એસ્ટેટ વિભાગને જગ્યાનું ભાડું ચૂકવવાનું રહેશે અને પોલીસ વિભાગમાં ફટાકડા સ્ટોલ માટેની અરજી કર્યા બાદ પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી સ્ટોલધારકે સરકારે જાહેર કરેલા ચેક લિસ્ટ મુજબના ફાયર સેફ્ટીના સાધનો અને એપ્રુવલ હશે તો જ સ્ટોલની મંજૂરી આપવામાં આવશે.

500 ચોરસ મીટરનો સ્ટોલ હશે તેઓને 1000 લિટરની પાણીની ટાંકી, ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાતપણે રાખવા પડશે વોટર સ્ટોરેજ અને સપ્લાય અગ્નિ સંરક્ષણ પ્રણાલી/હોઝ રીલને ગુરુત્વાકર્ષણ શક્તિથી પાણી પુરવઠો પૂરો પાડવા માટે 1000 લિટરની ક્ષમતા ધરાવતી ટેરેસ ટાંકી (સફેદ/લાલ રંગ) દુકાનમાં દર 30 ચો. ફૂટના અંતરે 10 કિલોગ્રામ ક્ષમતાના મોડ્યુલર એબીસી ડ્રાય કેમિકલ પાઉડર પ્રકારના અગ્નિશામક ઉપકરણો, દુકાનની આગળની બાજુએ અથવા સરળતાથી સુલભ હોય તેવી બીજી કોઈ બાજુએ એક (1) ફાયર હોઝ રીલ, 4.5 કિલોગ્રામ ક્ષમતાનું એક (01) અગ્નિશામક ઉપકરણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની નજીક અને દુકાનની અંદર કોઈપણ અન્ય યોગ્ય સ્થળે, 6 કિલોગ્રામ ક્ષમતાવાળા બે (02) અગ્નિશામક સાધનો રાખવા પડશે, દુકાનના પ્રવેશદ્વાર પર સૂકી રેતીથી ભરેલી બે (02) ફાયર ડોલ રાખવી પડશે, દુકાનની નજીક 200 લિટર ક્ષમતાનો એક (01) પાણીનો ડ્રમ મૂકવાનો રહેશે. સંગ્રહ પરવાનગી આપેલ માત્રા સુધી મર્યાદિત હોવો જોઈએ અને ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર સુધી મર્યાદિત હોવો જોઈએ. મહત્તમ સ્ટેકિંગ ઊંચાઈ 2 મીટર અથવા વિસ્ફોટક અધિનિયમ/નિયમો મુજબ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *