રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન

રાજકોટ જિલ્લાની હદ નહીં છોડવા અને પાસપોર્ટ જમા કરાવવાનો કોર્ટનો હુકમ સૌરાષ્ટ્રભરમાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ…

રાજકોટ જિલ્લાની હદ નહીં છોડવા અને પાસપોર્ટ જમા કરાવવાનો કોર્ટનો હુકમ

સૌરાષ્ટ્રભરમાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાને અત્રેની એડી.સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરાયા છે. રાજદિપસિંહ દ્વારા પાંચ દિવસ પહેલા અત્રેની કોર્ટમાં જામીન અરજી દાખલ કરાઇ હતી.અને બે દિવસ પહેલા તેનું હિયરીંગ થયુ હતું. દરમિયાન આજે કોર્ટ દ્વારા જામીન મંજુર કરાયા છે.

રાજદિપસિંહ ને તા.1/4/26 સુધી રાજકોટ જિલ્લાની હદ નહી છોડવા,કોર્ટની પુર્વ પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ નહી છોડવા તથા સાત દિવસમાં પાસપોર્ટ કોર્ટ માં જમા કરાવી દેવા સહીત ની શરતો એ જામીન મુક્ત કરાયા છે.

રીબડા નાં અમીત ખુંટે તા.5/5/25 નાં વાડીએ જઈ વૃક્ષ ની ડાળ સાથે લટકી જઈ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.અમીતે લખેલી સ્યૂસાઈડ નોટમાં મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિતનાં નામ લખ્યા હોય ગોંડલ તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.બનાવ બાદ ફરાર થઇ ગયેલા રાજદિપસિંહે સાત મહીના બાદ તાવ11/11/25 નાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યુ હતુ.
કોર્ટમાં આ ચકચારી ઘટનાનું ચાર્જશીટ તા.8/1/26 નાં મુકાયુ હતુ. ટુંક સમય માં જુનાગઢ જેલમાં રહેલા રાજદિપસિંહ હવે જામીન મંજુર થવાથી જેલ મુક્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *