ગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી રાજસ્થાનની કુખ્યાત ‘ગરાસીયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે…

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી રાજસ્થાનની કુખ્યાત ‘ગરાસીયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી રૂૂ. 3.78 લાખથી વધુ કિંમતના 2 કિલો 523 ગ્રામ ચાંદીના 158 છતર, એક ઈકો કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 5,89,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા મંદિર ચોરીના બે અણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા. 13/09/2026 ના રોજ ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલ મામાદેવના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે દીવાલ કૂદી અને ગુપ્ત ગૃહમાં પ્રવેશ કરી તાળું તોડી ચાંદીના આશરે 100 જેટલા છતર (વજન આશરે 2 કિલો, કિંમત રૂૂ. 3,00,000) ની ચોરી કરી હતી. આ અંગે મંદિરના ટ્રસ્ટી મયૂરભાઈ દેસાણીએ ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય, તા. 05/01/2026 ના રોજ ભરૂૂડી ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી પણ તસ્કરોએ ચાંદીનો મુગટ, નાના-મોટા 20 છતર, ચરણ પાદુકા તથા સોનાની ટીલડી, છતર, નથડી અને દાનપેટીમાંથી રોકડ રકમ મળી કુલ રૂૂ. 1,81,500/- ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જે અંગે દિનેશભાઈ હરસોડાએ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે એલસીબીએ ચોરીમાં સંડોવાયેલા મુંગલારામ રાવતારામ અંગારી (ઉં.વ. 35, રહે. જાંબુરી, આબુરોડ, સિરોહી, રાજસ્થાન),શંકર ઓદાભાઈ ડુંગસીયા (ઉં.વ. 40, રહે. કુંભારીયા, દાંતા, બનાસકાંઠા) અને રૂૂપારામ પ્રેમારામ બુમરીયા (ઉં.વ. 51, રહે. ગીરવર, આબુરોડ, સિરોહી, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સાગરીતો નોજારામ પદમારામ (રહે. ગોગુંદા, ઉદયપુર) અને લખારામ પ્રભુરામ (રહે. બેરા, પાલી)ના નામ ખુલ્યા છે જેની પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.
આ ગેંગના સભ્યો રાત્રિના સમયે ફોરવ્હીલર કાર લઈને નીકળતા હતા અને સુમસામ જગ્યાઓએ આવેલા મંદિરોના તાળાં તોડી કિંમતી સોના-ચાંદીના દાગીના તથા છતરોની ચોરી કરતા હતા. એલસીબી પોલીસે તમામ આરોપીઓ અને કબ્જે કરેલ મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *