હળવદ નજીક ટ્રક પાછળ અથડાતા ટ્રેઇલર ચાલક રાજસ્થાનના ડ્રાઇવરનું મોત

માળિયા હળવદ હાઈવે પર વાધરવા ગામ નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી આગળ બંધ પડેલ ટ્રક પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ટ્રેલર ચાલકનું…

માળિયા હળવદ હાઈવે પર વાધરવા ગામ નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી આગળ બંધ પડેલ ટ્રક પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના વતની ગોવિંદ સુખદેવ ચૌધરી (ઉ.વ.26) વાળાએ આરોપી ટ્રક ટ્રેઇલર જીજે 36 વી 5367 ના ચાલક લવકુશ રામશંકર પટેલ રહે વાધરવા ગામની સીમમાં નવકાર કોર્પોરેશન કંપની તા. માળિયા મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે લવકુશ પટેલે પોતાનો ટ્રક ટ્રેઇલર પુરઝડપે ચલાવી માળિયા હળવદ હાઈવે પર વાધરવા ગામ પાસે ફરિયાદીનો બધ પડેલ ટ્રક આરજે 14 જીએન 7679 પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ટ્રેલર ચાલક લવકુશ પટેલને ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વોકળામાંથી આધેડનો મૃતદેહ મળ્યો મોરબીની સબ જેલ સામે આવેલ વોકળા પાસે 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકરાણી વાસમાં રહેતા મહેબુબ ઈબ્રાહીમ બ્લોચ (ઉ.વ.45) વાળા ગત તા. 14 ના રોજ સબજેલ સામે આવેલ વોકળા પાસે કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હતા મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *