સામસામી 14 શખ્સો સામે ફરિયાદ, ત્રણને ઇજા થતા સારવારમાં : 12 શખ્સોન. પોલીસે સકંજામાં લીધા
સરાજાહેર મારામારીના દૃશ્યો સર્જાતા નાસભાગ મચી ગઇ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રૈયાધારમાં પાણીના ટાંકા પાસે સરાજાહેર બે પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં છરી વડે હુમલો કરી પથ્થરમારો કરાયો હતો.આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદ પરથી મોડી રાત્રે ગુનો દાખલ કર્યો હતો.આ ઘટનામાં કુલ 12 શખ્સોને હાલ પોલીસે સકંજામાં લઇ લીધા હતા.વધુ વિગતો મુજબ,રૈયાધારે મચ્છુનગરમાં રહેતા રોહીતભાઇ ઉર્ફે પિયુષ પરેશભાઈ ડાભી(ઉ.23)એ 1) મનીષભાઇ બીજલભાઇ ભોણીયા (2) તેનો ભાઈ લાલાભાઇ બી જલભાઇ ભોણીયા (3) તેનો બિજો ભાઇ રાજેશભાઇ બીજલભાઈ ભોણીયા (4) પ્રતાપભાઈ બટુકભાઈ ભોણીયા (5) વિપુલભાઈ મુકેશભાઈ દુધરેજીયા (6) અજયભાઈ બટુકભાઈ ભોણીયા (7) સંજય મનીષભાઈ ભોણીયા (8)તેનો મીત્ર અલ્લાઉદીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રોહિતે ફરિયાદમાં જણાવ્યુ હતું કે,આજથી ચારેક વર્ષ પહેલા મારા પિતા પરેશભાઈને રૈયાધારમાં સામાવાળા પંકજભાઈ વીનુભાઈ સોલંકી તેમજ અજાણ્યા માણસો સાથે માથાકુટ તથા મારામારી થતા તેમના વિરુધ્ધ પોલીસમા ફરિયાદ થઈ હતી અને કોર્ટ મેટર થયેલ જેમા વખતો વખત કોર્ટ કેસમા તારીખો પડેલ અને આજદીન સુધી કોર્ટ કેસ ચાલુ હોય જેમાં પંકજભાઇ વીનુભાઈ સોલંકીના સગા મનીષ ભોણીયાના ઘર પાસે રૈયાધાર રાણીમા રુડીમાના ચોક પાસે મારા પિતા બપોરના બે થી અઢી વાગ્યાના અરસામા તેમના ઘર પાસે જાહેરમા હાથ ઉંચા કરી ગાળો બોલતા જતા હોય જે બાબતે આ મનીષને પસંદ ના પડતા હુ બપોરના રાણીમા રૂૂડીમા ચોકમા મારુ એક્સેસ લઈ મારા મિત્રની રાહ જોતો હોઈ તે દરમિયાન બે રીક્ષામા આરોપીઓ આવ્યા અને કહ્યું કે તારા પિતા મારા ઘર પાસે ફરી પાછા ગાળો બોલી ગયેલ હોય તમારે ડખ્ખોજ કરવો હોય તો થઈ જાય તેમ કહી મને ગાળો આપી અને તેની સાથે રીક્ષામા આવેલ અને કહેલ કે, તમારે લપ કરવી જ છે ? તેમ કહી તેના પેન્ટના નેફામાથી છરી કાઢી મને જમણા પગના સાથળ ના પાછળના ભાગે એક ઘા મરવા જતા હુ ખસી જતા મને ઘસરકો પડેલ અને મે આ મનીષભાઈને કહેલ કે આમા મારો વાંક નથી તેમ કહેલ અને મને તથા મારા પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપવા લાગતા હું મારૂૂ એક્સેસ ત્યા ચોકમા મુકી અટલ સરોવર રોડ બાજુ મારા પગમા સળીયા હોવા છતા દોડીને જતો રહ્યો હતો.
તે દરમ્યાન રૈયાધારના પાણીના ટાકા પાસે મારો સગો નાનો ભાઈ રૂૂત્વીક તથા મારા પિતા તથા મારા મીત્રોને ખબર પડી જતા આ સામાવાળાઓ એ અમો બધા ઉપર તેમની રીક્ષા માથી ધારીયા તથા છરી એક હાથમા લઈ બીજા હાથથી અમો બધા ઉપર જાહેર રોડમા માણસોની અવર જવરમા પથ્થરો તેમજ કાચની બોટલોના છુટા ઘા કરવા લાગતા ત્યા હાજર રહેલ મારો મીત્ર અરમાન ઉર્ફે અનુ ચમનભાઈ સોઢાને ડાબા પગે ગોઠણના ભાગે એક છુટો ઘા વાગી જતા મુંઢ ઈજા થયેલ અને જાહેરમાં આ પથ્થરો વાળી થતા કોઈએ પોલીસ ને તેમજ 108 ને ફોન કરી દેતા તે આવી જ તા મને તથા આ અરમાન ઉર્ફે અનુને 108મા સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા.
જ્યારે સામાં પક્ષે મનીષભાઇ બીજલભાઇ ભોણીયાની ફરિયાદ પરથી રોહીતભાઇ ઉર્ફે પિયુષ પરેશભાઇ ડાભી, તેનો ભાઈ ભવદીપ ઉર્ફે હાંડો પરેશભાઈ ડાભી, તેનો ભાઈ ઋત્વીક પરેશભાઈ ડાભી, તેના પિતા પરેશભાઈ પુનાભાઇ ડાભી, પીયુષના ફઈના દીકરા લાલજીભાઈ નગીનભાઈ ચૌહાણ અને તેનો મીત્ર અરમાન ઉર્ફે અનુ ચમનભાઈ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી. મનિષે જણાવ્યું કે અગાઉની ફરિયાદનો ખાર રાખી આરોપીઓએ ઘાતક હથિયારો પાઇપ અને ધોકા રાખી ગેરકાયદે મંડળી રચી રાજેશે ધમકી આપી કે હજુ તો એક વખત તારા આંગળા કાપ્યા છે બીજી વખત તને તારા પરિવારને જીવવા નહીં દવ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ આરોપીઓએ સોડા બોટલના અને પથ્થરના ઘા કર્યા હતા. આ સમગ્ર ઘટનામાં લગભગ છ વ્યક્તિ ઘવાયા હતા.હાલ યુનિવર્સિટી પોલીસે 12 શખ્સોને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.
