શાપરના પારડી ગામે હનુમાન પાર્કની બાજુમાં નવા બિલ્ડીંગ પાસે રહેતી પ્રિયાબેન મોન્ટુભાઇ સિંગ (ઉ.વ.26)એ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીના પતિ મોન્ટુ સિંગ રેલ્વેમાં આસીસ્ટન્ટ લોકો પાયલોટ તરીકે નોકરી કરે છે.
જાણવા મળ્યા મુજબ પ્રિયાબેનેગઇકાલે સવારે ઝેરી ટીકડીઓ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મૃત્યુ થતાં શાપર પોલીસ મથકના એએસઆઇ એમ. વી. ચૌહાણે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રિયાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા મોન્ટુ સિંગ સાથે થયા હતાં. તેણીને સંતાનમાં ચાર વર્ષનો એક દિકરો છે. આ બનાવમાં માવતર પક્ષ તરફથી આક્ષેપો થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રિયાબેનના સાસુએ કહ્યું હતું કે તેણી તેના પિયર બિહાર ખાતે ગઇ હતી અને ગત વીસમીએ પરત આવી હતી. તેણીએ કયા કારણે પગલુ ભર્યુ તેની તપાસ પોલીસ કરી રહી છે
