રાજકોટ જિલ્લામાં 10 સ્થળોએ શ્રાવણિયા જુગાર ઉપર દરોડો, 55ની ધરપકડ

રાજકોટ જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ધમધમતા જુગારધામો પર જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની…

રાજકોટ જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ધમધમતા જુગારધામો પર જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમો દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન કુલ 10 અલગ-અલગ સ્થળોએથી હાર-જીતનો જુગાર રમતા 55થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, દરોડામાં કુલ રૂૂ.2.25 લાખનો મુદ્દમાલ કબજે કર્યોહ હતો.

રાજકોટ જીલ્લામાં વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરમાં તથા ખાનગી જગ્યાઓમાં શ્રાવણીયો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીઓ મળી હતી. જેના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા.

અલગ-અલગ 8 સ્થળો પર દરોડામાં કોટડા સાંગાણી જુગાર રમતા 5 આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં રમાતા ખાનગી જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા તેમજ જસદણમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી, જ્યાંથી 6 આરોપીઓ પકડાયા હતા. ઉપલેટા સીમ વિસ્તારમાં એક ખેતરના શેઢે જુગાર રમતા 5 અને ધોરાજીમાં જાહેરમાં જુગાર રમતા 4 આરોપીઓને ઝડપી લીધા હતા.

શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તાર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 આરોપીઓ પકડાયા હતા. તેમજ પડધરીમાં જાહેરમાં બાવળની ઝાડીઓમાં જુગાર રમતા 6 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ તમામ 8 દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂૂ. 2,35,000 થી વધુની રોકડ રકમ, મોબાઈલ સહીત રૂૂ. 4.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ રૂૂરલ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન આવા જુગારધામો સામે પોલીસની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *