આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાદડવા ગામે વાડીમાં દારૂૂના કટિંગ વખતે એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ. 73,440ની કિંમતનો 432 બોટલ વિદેશી દારૂૂ અને હુન્ડાઈ કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 2,88,440નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે જથ્થો મંગાવનાર અને ખેતરના માલિક સહિત બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ની ટીમ આટકોટ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. જયવીરસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોટાદડવા ગામની સીમમાં વિરનગર તરફ જવાના કાચા રસ્તે આવેલી ખેતરવાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂૂનો જથ્થો મંગાવી ફોરવ્હીલ કાર દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ખેતરવાડીના મકાન બહાર હુન્ડાઈ આઈ-10 કાર નં. જીજે 03 ઈસી 6738 પડી હતી. તપાસ દરમિયાન મકાનના ઓસરીવાળા રૂૂમમાંથી તથા કારમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં રાખેલી ’શીલપેક’ કંપનીની 180 એમ.એલ.ની કુલ 432 દારૂૂની બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી દારૂૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓ રાહુલ છગનભાઈ વાઘાણી (રહે. શિવરાજપુર, જસદણ), મુકેશભાઈ ચીનકાભાઈ તોમર અને પ્રવીણભાઈ સેવલાભાઈ તોમર (બંને રહે. મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આ દારૂૂનો જથ્થો મોટાદડવાના ધમભાઈ કાઠી નામના શખ્સે વેચાણ અર્થે મંગાવ્યો હતો અને મોટરસાયકલ પર પાયલોટીંગ કરી અક્ષય સોમકુભાઈ બસીયાના કબજા ભોગવટાવાળી ખેતરવાડીમાં રખાવ્યો હતો.
પોલીસે રૂૂ. 73,440નો દારૂૂ, રૂૂ. 2 લાખની કિંમતની હુન્ડાઈ કાર અને રૂૂ. 15,000ના 3 મોબાઈલ મળી કુલ રૂૂ. 2,88,440નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. જ્યારે દારૂૂ મંગાવનાર ધમભાઈ કાઠી અને ખેતરના માલિક અક્ષય બસીયા હાજર ન મળી આવતાં પોલીસે બંને સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ એએસઆઈ ડી.પી. પરમાર ચલાવી રહ્યા છે.
