રાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડ

રાજકોટના પેડક રોડ પર કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9…

રાજકોટના પેડક રોડ પર કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9 શખ્સોની ધરપકડ કરી છે. પેડક રોડ પર કારખાનેદારે દારૂની મહેફીલનું આયોજન કર્યુ હોય જેની બાતમી બી ડિવિઝન પોલીસને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. બી ડિવિઝનના પીઆઈ સુધિર રાણેની ટીમે બાતમીના આધારે પેડક રોડ પર અક્ષર હાઈટ્સની બાજુમાં હનિ સિલ્વર નામનું કાસ્ટિંગનું કારખાનું ચલાવતા નિલેશ શૈલેષભાઈ આસોદરિયાને ત્યાં દરોડો પાડ્યો હતો.

દારૂની મહેફીલ માણતા કુવાડવા રોડ ઉપર શિવરંજનીસોસાયટીમાં રહેતા કારખાનેદાર નિલેશ આસોદરિયા સાથે પેડક રોડ પર લાખેશ્ર્વર સોસાયટીમાં રહેતા ઈમીટેશનના વેપારી કલ્પેશ જયંતિભાઈ ઠુંમર, જસદણના કમળાપુર ગામે રહેતા વિજય હરિભાઈ બોઘરા તથા ધર્મેશ કેશુભાઈ રામાણી સાથે મુળ રાજસ્થાનના અને હાલ હનિ સિલ્વર નામના નિલેશભાઈના કારખાના પાસે રહેતા નેમારામ દુદાજી ચૌધરી, બોટાદના હડમતાળા ગામના વિપુલ ભરતભાઈ ડાભી, કુવાડવા રોડ પર શ્રીરામ કોમ્પલેક્ષ ફ્લેટ નં. 301માં રહેતા હિતેશ સુરેશ અજાણી, એસી રિપેરીંગનું કામ કરતા અને નાનામૌવા રોડ ઉપર ન્યુ ગાંધીનગર સોસાયટીમાં રહેતા ધર્મેશ વલ્લભ સાવલિયા અને બાપાસિતારામ ચોક હાર્મની સોસાયટી મવડી પ્લોટમાં રહેતા અને હાર્ડવેરની મજુરી કામ કરતા પરેશ જયંતિભાઈ રામાણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દારૂની મહેફીલમાં બાઈટીંગ તેમજ વેફર સહિત ગ્લાસ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *