ટોકન આધારિત જુગાર કલબમાંથી રૂા.62 હજારની રોકડ સહિત રૂા.1.82 લાખનો મુદ્દામાલ કબજે
કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.) વિસ્તારમાં આવેલા એક સીમેન્ટના કારખાનાના ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર ગ્રામ્ય એલસીબીની ટીમે અચાનક દરોડો પાડીને ટોકન આધારિત જુગાર રમી રહેલા રાજકોટના કોન્ટ્રાક્ટર અને વેપારી સહીત પાંચ શખસોને રંગેહાથ ઝડપી લઇ રૂૂ.62 હજારની રોકડ સહીત રૂૂ.1.82 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો અનુસાર, રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હડમતાળા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ’પોલાડ સીમેન્ટ’ નામના કારખાનામાં ગેરકાયદેસર જુગારનો અખાડો ચાલી રહ્યો છે. બાતમીના આધારે કારખાના પરિસરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે કારખાનાના પ્રથમ માળે આવેલા રૂૂમમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં પાંચ શખ્સો ટોકન આધારિત તીનપત્તીનો જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જ તમામ 5 શખસોને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગોંડલની વલ્લભનગર સોસાયટીમાં રહેતો અને કારખાનેદાર રોહિતભાઇ વિનોદભાઇ બોધરાએ નાલ’ ઉઘરાવી જુગારનો અખાડો શરૂૂ કર્યો હતો.એલસીબીએ રોહિતભાઇ વિનોદભાઇ બોધરા (ઉં.વ. 39, ધંધો: વેપાર, રહે. વલ્લભનગર સોસાયટી, ગોંડલ), અરવિંદભાઇ ગોરધનભાઇ બોકરવાડીયા (ઉં.વ. 57, ધંધો: ખેતી, રહે. ડેરડી કુંભાજી, તા. ગોંડલ), વિપુલભાઇ કાનજીભાઇ બેચરા (ઉં.વ. 46, ધંધો: વેપાર, રહે. “ઉમીયાજી કૃપા”, સુભાષનગર મેઇન રોડ, રાજકોટ), મનિષભાઇ રસીકભાઇ સોંડાગરા (ઉં.વ. 45, ધંધો: ક્ધસ્ટ્રક્શન, રહે. અંબિકા ટાઉનશીપ, મવડી હેડક્વાટર્સ પાસે, રાજકોટ), બ્રિજેશભાઇ ઉર્ફે લાલો જેન્તીભાઇ કુકડીયા (ઉં.વ. 45, ધંધો: વેપાર, રહે. અંબિકા ટાઉનશીપ, જીવરાજ પાર્ક, રાજકોટ)ની ધરપકડ કરી રોકડ રકમ: રૂૂ. 62,400 સહતી રૂૂ. 1.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજકોટ આઈજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચનાથી એલસીબીના પી.આઈ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. ભીમાણી, એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા, પી.એન. ભરવાડ, એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, રોહીતભાઈ બકોતરા , મનીષભાઈ વરૂૂ, રમણીકભાઈ મણવર, મનદીપસિંહ જાડેજા, ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશીતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સુતરીયા, અબ્દુલભાઈ શેખ દ્વારા કામગીરી કરી હતી.
