ગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયા

રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગોમટા ગામની સીમમાં ફાર્મહાઉસમાં પોલીસે બાતમીના આધારે…

રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગોમટા ગામની સીમમાં ફાર્મહાઉસમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રૂૂ.7.66 લાખની રોકડ રકમ સહીત રૂૂ.11.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રો. આઈપીએસ પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે દરમિયાન પોલીસને ખાનગી હકીકત મળી હતી કે ગોમટા ગામના રાજનભાઇ પ્રવિણભાઇ કાથરોટીયાના ફાર્મહાઉસમાં જુગારક્લબ ચાલે છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી જુગાર રમતા રાજનભાઇ પ્રવિણભાઇ કાથરોટીયા (રહે. ગોમટા). વિજયભાઇ ભીખાભાઇ વોરા (રહે. ગોંડલ) . પ્રવિણભાઇ પરબતભાઇ સોજીત્રા (રહે. વેકરી). જીગ્નેશભાઇ ચુનીભાઇ ખાચર (રહે. રાજકોટ) . સંદિપભાઇ તળશીભાઇ ગમઢા (રહે. રાજકોટ) . રાજેશભાઇ મુરલીધરભાઇ પનારા (રહે. રાજકોટ) . જનકભાઇ વાસુદેવભાઇ મટકા (રહે. રાજકોટ)ની ધરપકડ કરી રોકડ રકમ: રૂૂ. 7,66,970 સહીત કુલ રૂૂ. 11,71,970 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, રાજકોટ રેન્જના આઈજી નિર્લીપ્ત રાય, જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાની સૂચના અન્વયે પ્રો.આઈપીએસ પ્રખરકુમાર સાથે પીએસઆઈ આર.આર.સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ રાણા, અજયસિંહ ઝાલા, વાધાભાઇ આલ, પ્રતાપસિંહ સોલંકી, પ્રદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જયદિપભાઇ ધાધલ તથા ભગીરથભાઇ વાળા એ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *