શાપરમાં વૃધ્ધનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત
ચોટીલાના વજપરી ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર બે દિવસ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના વજપરી ગામે રહેતા સુરેશભાઈ ધીરુભાઈ વાલાણી નામનો 21 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ વાલાણી બે ભાઈ પાંચ બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
શાપર વેરાવળમાં આવેલા ગણેશનગરમાં રહેતા ગોપાલભાઈ કાનાભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃદ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
