ધોરાજીના બહારપુરામાં જુગાર ક્લબ પર દરોડો : છ જુગારીઓ ઝડપાયા

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ સાહેબ તથા મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્વાજએ દારૂૂ તથા જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુત…

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ સાહેબ તથા મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્વાજએ દારૂૂ તથા જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુત કરવા સુચના આપેલ હોય જેથી ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના ઇ/ચા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઇ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ધોરાજી સીટી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ.કાળુભાઇ ધાધલ તથા પો.કોન્સ.જશપાલસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળેલ કે ધોરાજી બહારપુરામા રહેતો તુફેલ મુખ્તારભાઇ કારવા રહે.

ધોરાજી વાળો પોતાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપાતાના પાનાવડે તીનપત્તીનો રોન-પોલીસ નામનો જુગાર રમી રમાડી લાઈટ-પાણીની તથા જુગારના સાધનોની વ્યવસ્થાઓ પુરી પાડી જુગારનો અખાડો ચલાવી પોતાના અંગત ફાયદા સારૂૂ નાલ (પૈસા) ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહેલ છે જેથી તેઓના રહેણાક મકાને રેઇડ કરતા કુલ રોકડા રૂૂપીયા 32,470/- મળી કુલ મુદામાલ કિમત રૂૂપીયા 63,470/- સાથે મળી આવતા તેના વિરુધ્ધ ધોરાજી સીટી પો.સ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓમાં ઇસ્માઇલભાઇ ઉર્ફે હાજી આમદભાઇ સંધી (રહે. ધોરાજી ફુલવાડી લીંબડા વાળા ડેલામા), રફીકભાઇ ઉર્ફે મચ્છી ઉમરભાઇ વીરપડીયા (રહે.ધોરાજી આંબાવાડી કોલોની જુનાગઢ રોડ), હુસેનભાઇ હનીફભાઇ ગરાણા (રહે.ધોરાજી બાવાગોર કોલોનીની સામે), મોહસીનભાઇ મહમદભાઈ ગબોલ (રહે.ધોરાજી જુનાગઢ રોડ મારડીયાનો ડેલો), રીઝવાન મોહમદભાઇ ગરાણા (રહે. ધોરાજી હાસમ ફળીયા શાકમાર્કેટ પાસ)ે અને તુફેલ મુખ્તારભાઈ કારવા (રહે, ધોરાજી ખાટકીવાસ મટન માર્કેટ સામે)ની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *