ગોંડલના પાંચિયાવદરમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, આઠ શખ્સો ઝડપાયા

ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા ફાર્મહાઉસના માલિક સહીત 8 ઇસમોને રૂૂ.3,57,000 ના…

ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા ફાર્મહાઉસના માલિક સહીત 8 ઇસમોને રૂૂ.3,57,000 ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામનો રહેવાસી હરેશભાઇ ભગવાનજીભાઇ પઢારીયા, ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં આવેલ પોતાના ફાર્મહાઉસમાં જુગાર ક્લબ ચલાવી રહ્યો હોવાની બાતમીને આધારે એલસીબીના પી.આઈ જે.પી.રાવ અને તેમની ટીમે દરોડો પાડી ફાર્મહાઉસના માલિક હરેશભાઇ ભગવાનજીભાઇ પઢારીયા ઉપરાંત પરેશભાઇ ભીખાભાઇ પીપળીયા (ઉ.વ.44, રહે. કોઠારીયા ગામ, રાજકોટ) , પ્રવીણભાઇ લાખાભાઇ જાદવ (ઉ.વ.34, રહે. પાંચતલાવડા, તા. કોટડાસાંગાણી) , મોહિતભાઇ હરસુખભાઇ હરસોડા (ઉ.વ.27, રહે. કોઠારીયા ગામ, રાજકોટ) , રોહીતભાઇ લાલજીભાઇ ખુમાણ (ઉ.વ.28, રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી) , નીખીલભાઇ લક્ષ્મણભાઇ પીપળીયા (ઉ.વ.36, રહે. કોઠારીયા ગામ, રાજકોટ) , ભગીરથભાઇ માવજીભાઇ સીંધવ (ઉ.વ.35, રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી) , મહેશભાઇ મનજીભાઇ ચાવડા (ઉ.વ.42, રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી) ની ધરપકડ કરી સ્થળ ઉપરથી રોકડ રૂૂ. 1,32,000 તેમજ રૂૂ.1,35,000 ની કિંમતના 8 નંગ મોબાઇલ ફોન, રૂૂ. 90,000 ની કિંમતના 3 નંગ મોટરસાયકલ મળી કુલ રૂૂ. 3,57,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પી.આઈ જે.પી.રાવ, પીએસઆઈ એચ.સી.ગોહીલ સાથે સ્ટાફના બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી , પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, ભગીરથસિંહ જાડેજા, રણજીતભાઇ બોરડ , વિજયભાઇ ખડિયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *