રેલવે પોલીસે પાર્સલ લેવા આવેલા શખ્સને ઝડપી 29 હજારના 136 ટીન બિયર કબજે કર્યા
મુંબઈથી રેલ્વેના પાર્સલમાં બીયર મંગાવવાના રેકેટનો રેલ્વે પોલીસે પર્દાફાશ કરી રાજકોટના કપડાના વેપારીની ધરપકડ કરી રૂૂ.29 હજારના 136 ટીન બીયર કબજે કર્યા હતા.
રાજકોટ રેલ્વેના સર્વેલન્સ સ્ટાફ રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે આંતર રાજ્યની ટ્રેનો ઉપર હાજર રહી વોચ કરતા હતા તે દરમ્યાન રેલ્વે એસઓજીના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ જાડેજા સિધ્ધરાજસિંહ અને હિતેષભાઇને સંયુક્ત રીતે બાતમી મળેલ કે મુંબઇ તરફથી આવતી મુંબઇ-હાપા દુરંતો એક્સપ્રેસ ટ્રેનમા રેલ્વે પાર્સલમાં બીયરનો જથ્થો આવી રહેલ છે જેથી રાજકોટ રેલ્વે સ્ટેશન પ્લે.નં.1 ઉપર મુસાફરો તથા રેલ્વે પાર્સલ ઉપર વોચ કરતા દરમ્યાન એક શખ્સ રાજકોટ રેલ્વે પાર્સલ ઓફીસ માંથી પાર્સલ છોડાવી રાજકોટ રેલ્વે ટ્રાફીક પરિસરમાં ત્રણ પાર્સલ સાથે ઉભેલ હોય તેમ ઉપર શંકા જતા તેને રોકી તેની પાસેના પાર્સલની તપાસ કરતા તેમાંથી રૂૂ.29920 ની કીમતના 136 ટીન બીયર મળી આવ્યા હતા. રાજકોટ દુધસાગરરોડ રીધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં.18 બ્લોકનં. એલ /1430માં રહેતા કાપડના વેપારી રવી નાનજીભાઇ ડાભીની ધરપકડ કરી હતી.
રેલ્વે ના ઇન્ચાર્જ ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ સાથે એસપી યશપાલ જગાણીયા તેમજ સી.પી.મુંધવાની સુચના અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ.રાણા સાથે એસઓજીના પી.આઈ જે.આર.દેસાઇ પોલીસ અને સ્ટાફના શક્તિસિંહ, જયવિરસિંહ, સિધ્ધરાજસિંહ, હિતેષભાઇ, મનસુખભાઇ, યોગીરાજસિંહ, વનરાજભાઇએ કામગીરી કરી હતી.
