કાલાવડ રોડ આંબેડકરનગરનો બનાવ, દંપતીને માર માર્યો
કાલાવડ રોડ આંબેડકરનગરમાં રહેતા ચંદ્રીકાબેન મુકેશભાઇ દાફડા(ઉ.વ.48)પોતાના ઘરે હતા ત્યારે તેમની પાડોશીમાં રહેતા ભુપત પીઠાભાઈ કટારીયાએ આ ઘર વેંચી જતા રહેવાનું કહી ચંદ્રિકાબેન અને તેમના પતિને માર માર્યો હતો.આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
ચંદ્રિકાબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.10/09ના રોજ સવારના હું મારા ઘરે હતી ત્યારે અમારા ઘર પાસે શેરીમાં ફેરીયા વાળો આવેલ જેથી હું ઘરની બહાર નીકળેલ ત્યારે અમારા ઘર પાસે શેરીમા રહેતા ભુપતભાઇ પીઠાભાઇ કટારીયા અમારા ઘર પાસે આવેલ અને અમને કહેવા લાગેલ કે તમને કેટલા સમયથી કહેલ છે.મકાન વેચવાનુ કે મકાન વેચતા નથી તમારૂૂ મકાન મારે લેવાનુ છે એમ કહી જેમ ફાવે તેમ બોલાવા લાગેલ અને મને ગાળો દેવા લાગેલ અને મારી સાથે ઝઘડો કરવા લાગેલ જેથી હું તુરંત મારા પતિ ઘર નજીક માં જ કામ કરતા હોય તેમને વાત કરી ઘરે બોલાવતા આ ભુપત કટારીયા મારા પતિને પણ ગાળો આપવા લાગ્યા હતા.
તેમની સાથે બોલાચાલી કરવા લાગેલ જેથી મારા પતિએ સમજાવતા મારા પતિને મોઢા ઉપર જમણી બાજુના ગાલ ઉપર તથા શરીરે ઢીકા પાટુનો માર મારતા મારા પતિને મોઢા પર તથા શરીરે મુઢ ઇજાઓ થયેલ છે અને આ ભુપત આ રીતે અવાર-નવાર અ મારી સાથે માથાકુટ કરતો હોય અમારે કોઇ માથાકુટ કરવી ન હોય અમો અમારા ઘર અંદર જવા જતા આ ભુપતે અમોને કહેવા લાગેલ કે તમારે જીવતુ રહેવુ હોય તો તમે મકાન મને વહેચી મકાન ખાલી કરી જતા રહો નહીતર તમો બધાને અહી રહેવા નહી દવ મારી નાખીશ એમ મારી નાખવાની ધમકીઓ આપવા લાગેલ જેથી અમો અમારા ઘરમાં જતા રહ્યા હતા.આ મામલે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
