રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS સમિટમાં સામેલ થવા માટે ભારત પહોંચ્યા છે.પુતિનનું પ્લેન રાત્રે લગભગ 3 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યું. એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી કેવી સિંહે પ્રેસિડેન્ટ પુતિનનું સ્વાગત કર્યું.રેડ કાર્પેટ અને ગાર્ડ ઓફ ઓનર પછી પુતિનનો કાફલો એરપોર્ટથી રવાના થયો. રશિયન રાષ્ટ્રપતિ દિલ્હીની મૌર્યા શેરેટન હોટલમાં રોકાયા છે.
BRICS પહેલા આજે વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે બેઠક થશે. જેમાં Su-57 ફાઇટર જેટ અને અપડેટેડ બ્રહ્મોસ સહિત અનેક ડિફેન્સ ડીલ પર ચર્ચા થઈ શકે છે.રશિયા ફાઇટર જેટના વેચાણ સાથે ભારતમાં તેના ઉત્પાદન અને જરૂરી ટેકનોલોજી શેર કરવાની ઓફર પહેલાથી જ કરી ચૂક્યું છે. ભારત ઈચ્છે છે કે આ ડીલથી તેને એવી ટેકનોલોજી મળે, જેનો ઉપયોગ ભવિષ્યમાં સ્વદેશી ફાઈટર પ્લેન બનાવવા માટે પણ કરી શકાય.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ 12 સપ્ટેમ્બરે ભારત પહોંચશે. તેમનો આ ભારત પ્રવાસ લગભગ 7 વર્ષ પછી થઈ રહ્યો છે. BRICS બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગ વચ્ચે પણ અલગથી દ્વિપક્ષીય વાતચીત નક્કી છે. બંને દેશો વચ્ચે વેપાર અને સીમા સંબંધિત મુદ્દાઓ આ વાતચીતમાં મહત્વપૂર્ણ હોઈ શકે છે.
