રૈયા રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો પંટર ઝડપાયો, સુરતના બુકીનું નામ ખુલ્યું

શહેરના રૈયા રોડ પર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા આલાપ ગ્રીન સીટીમાં રહેતાં શખ્સની ધરપકડ કરી તેની પાસેથી છ જેટલા…

શહેરના રૈયા રોડ પર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા આલાપ ગ્રીન સીટીમાં રહેતાં શખ્સની ધરપકડ કરી તેની પાસેથી છ જેટલા માસ્ટર આઈ.ડી.મળી આવ્યા હતાં. તપાસમાં સુરતના બુકીનું નામ ખુલ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચે વિશેષ પુછપરછ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, શહેરમાં ક્રિકેટના સટ્ટો રમતા શખ્સો ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ આપેલી સુચનાના આધારે ક્રાઈમ બ્રાંચનાં દિપકભાઈ ડાંગર, ઉમેશભાઈ ચાવડા અને કનકસિંહ સોલંકીને મળેલી સંયુકત બાતમીના આધારે રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી બી-59માં રહેતાં અને ખેતીકામ કરતાં પરેશ ચકુભાઈ ખેપર (ઉ.50)ને રૈયા રોડ પર મદ્રાસ કાફેની બાજુમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરતાં અલગ અલગ છ માસ્ટર આઈ.ડી. મળી આવી હતી. પકડાયેલ પરેશ પાસે છ માસ્ટર આઈ.ડી.હોય અને તે ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું જાણવા મળ્યું હતું.

પુછપરછમાં પરેશે આ આઈ.ડી.સુરતના બુકી જીમ્મી પાસેથી લીધી હોવાનું તેણે કબુલ્યું હતું. જીમ્મી અને પરેશ બન્ને ગોવાની એક જુગાર કલબમાં મળ્યા હોય અને બન્ને વચ્ચે મિત્રતા થઈ હોય જીમ્મીએ આ માસ્ટર આઈ.ડી.પરેશને આપી હતી. પરેશે હવે આ આઈ.ડી.કોને કોને આપી છે ? તે સહિતની બાબતો ક્રાઈમ બ્રાંચે તપાસ કેન્દ્રીત કરી છે. તેમજ અન્ય પંટરોના નામ પણ આ તપાસમાં ખુલશે તેવું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની ટીમના ચેતનસિંહ ગોહિલ, દિપકભાઈ ડાંગર, કનકસિંહ સોલંકી, ઉમેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *