નાયબ મ્યુનિ.કમિશનર ગુરવાનીએ સરપ્રાઈઝ વિઝીટ કરી અધિકારીઓને આપી સૂચના : હોકર્સ ઝોનમાં સાફ-સફાઈ અને ન્યૂસન્સ પોઈન્ટ હટાવાશે
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનીષ ગુરવાની (ઈંઅજ)એ તા.29/08/2025ના રોજ વોર્ડ નં.16ના વિવિધ વિસ્તારોની વિઝીટ કરી હતી. મારૂતિ 80 ફુટ રોડ પર આવેલ હોકર્સ ઝોનમાં સાફ-સફાઈ માટે સુચના આપી તથા હોકર્સ ઝોનમાં નવી આંગણવાડી બનાવવા બાબતે મુલાકાત કરી ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવા સુચના આપી. વોર્ડ નં.16ની ડ્રેનેજ ઓફિસની સરપ્રાઈઝ વિઝીટ કરી ફરિયાદ રજિસ્ટરની ચકાસણી કરી ફરિયાદી સાથે રેન્ડમ વેરિફીકેશન કર્યું. કોઠારીયા મેઈન રોડ પર આવેલ ફાયર બ્રિગેડ પાસે તથા માધવ હોલ પાસેના ન્યુસન્સ પોઈન્ટની મુલાકાત કરી અને ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવા માટેની સુચના આપી.
વોર્ડ નં.16માં આવેલ ખોડીયાર હોટલ ખાતે ગંદકી જણાતા રૂા.500નો વહીવટી ચાર્જ વસૂલવા તેમજ કડક કાર્યવાહી કરવા સુચના આપી. વોર્ડ નં.16 અરવિંદભાઈ મણિયાર કવાટર્સ, દીપ્તીનગર સોસાયટી તેમજ કોઠારીયા મેઈન રોડ કોમર્શિયલ વિસ્તારમાં રહેવાસીઓ પાસેથી ટીપરલાન બાબતે ફીડબેક લીધા.
સિટી એન્જીનીયર-ઈસ્ટ ઝોન સાથે તાંત્રિક શાખાના તમામ સ્ટાફ, નાયબ પર્યાવરણ ઈજનેર ઈસ્ટ ઝોન, વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 16 સાથે રાખીને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરએ વિઝીટ કરી હતી.
