મહારાણા પ્રતાપ હોલને જર્જરિત બતાવી નવો બનાવવા 10 કરોડનો ખેલ

વોર્ડ નં.6માં આવેલ અડીખમ કોમ્યુનિટી હોલને સુવિધા વધારવાના નામે તોડી પાડી કરોડોનું આંધણ કરવામાં કોનું હિત સચવાયું તેવી ભારે ચર્ચા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ભય જનક…

વોર્ડ નં.6માં આવેલ અડીખમ કોમ્યુનિટી હોલને સુવિધા વધારવાના નામે તોડી પાડી કરોડોનું આંધણ કરવામાં કોનું હિત સચવાયું તેવી ભારે ચર્ચા

મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ભય જનક ઇમારતોને સબ સલામતનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સહી સલામત હોય તે પ્રકારના કરોડો રૂપિયાના પ્રોજેકટના જર્જરિત બતાવી નવો બનાવવામાં કરોડોનો ખર્ચ કરી ટકા વારીનું કૌભાંડ આચરવામાં આવી રહયુ હોવાની ચર્ચાએ મનપામાં જોર પકડયુ છે. ઇસ્ટઝોનમાં વોર્ડ નં6માં આવેલ મહારાણા પ્રતાપ હોલને રૂા.10 કરોડના ખર્ચે રિનોવેશન કરવાના નામે નવો વધુ સુવિધા વાળો હોલ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શહેરના ઇસ્ટઝોનમાં વોર્ડ નં.6માં કાર્યરત મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવા માટેની તૈયારીઓ મનપાએ આરંભી છે. વર્ષોથી આ કોમ્યુનિટી હોલનો પ્રસંગો માટે ઇસ્ટઝોનના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કાયમી બુકિંગ હાઉસ્ફૂલ રહે છે. અને કોઇ જાતની અગવળ નથી છતા હવે વધુ સુવિધાના નામે કરોડોના ખર્ચે અડી ખમ ઉભેલા કોમ્યુનિટી હોલને તોડી પાડી રૂા.10 કરોડના ખર્ચે નવો હોલ બનાવવામા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસ્ટેટ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ એકોટોબર મહિનાથી બૂકીંગ ફૂલ થઇ ચૂકયુ છે. અને આ વિસ્તારના લોકો આ હોલનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. છતા નવો પ્રોજેકટ બને ત્યારે અધિકારીઓ તેમજ રાજકીય આકાઓને કમિશન મળતુ હોય છે. તેવી કહેવત અને લોક ચર્ચા સાચી પડતી હોય તેમ મહારાણા પ્રતાપ હોલ નવો બનાવવામા માટેનો કારસો ધડવામાં આવ્યો હોવાની પણ ચર્ચા જાગી છે.

મહાનગર પાલિકાની શાસકપક્ષની બોડીનો સમય ગાળો હવે ચાર માસનો બાકી હોય લૂટાઇ તેટલુ લૂંટી લઇયે તેવો વિચાર કર્યો હોય અને આવી લૂટમાં સહકાર આપી કટકી કરતા હોય તેવા અધિકારીઓ અને અમૂક નેતાઓએ આ પ્રોજેકટને સમયસર હાથ ઉપર લીધો હોય તેવી લાગી રહ્યુ છે. છતાં અમૂક અધિકારીઓના જણાવ્યા મુજબ હાલનો હોલ ઓછી સમતાની હોવથી આ સ્થળ ઉપર 3 યુનિટ ધરાવતો ત્રણ માળનો એસી, કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે જેના લીધે વધુ પરિવારોને લાભ થશે. આમ હયાત સારા બાંધકામને તોડી પાડી કરોડોના ખર્ચે નવો હોલ બનાવવા પાછળ કોનુ હિત સચાવાયેલુ છે તેવી ચર્ચાતો ચાલુ જ રહ્યા પામી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવ્યા બાદ અમુક ખાસ સભ્યો દ્વારા તેનો વિરોધ થવાની પણ સંભાવના જોવાઈ રહી છે. છતાં સ્ટેન્ડિંગના સભ્યોને ફરી વખત મૌન રહેવાની સુચના આપવામાં આવે અને અધિકારીઓનો કાયમ કહ્યાગરા રહેતા હોવાથી આ 10 કરોડનો કોમ્યુનિટી હોલનો પ્રોજેકટ સર્વાનુમતે મંજુર કરવામાં પણ આવી શકે છે.

આ સ્કૂલો નવી કેમ નથી બનતી ?
મનપા દ્વારા અડીખમ લગ્ન હોલને તોડી નવો બનાવવા દસ કરોડનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. જયારે જર્જરિત ઇમારોતો પૈકી જે શાળાઓમાં નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને અમૂક શાળાઓ પડુ પડુ હાલતમાં ભયજનક સ્થિતીમાં જોવા મળી રહી છે. જેમાં શિક્ષણ સમિતિ હસ્તકની જંકશન પ્લોટમાં શેઠ હાઇસ્કૂલ, મહારાણી લક્ષ્મીબાઇ ક્ધયા વિદ્યાલય, વિરસાવરકર વિદ્યાલય, રણછોડનગરની માધ્યમીક શાળા થોરાળાનું બાલ મંદિર અને મારૂતિ નગરની ક્ન્યા શાળા સહિતની શાળાઓના બાંધકામો દુર્ઘટના સર્જ તે પહેલા મર્મરત અથવા નવા બનાવવા જોઇયે તેવુ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *