સાવરકુંડલા દરબારગઢ પાસે આવેલી જાહેર મૂતરડી કે પછી લટકતું મોત ???

જાહેર શૌચાલયમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તાત્કાલિક ધોરણે નવું શૌચાલય બનાવવાની પ્રજાજનોની માગણી સાવરકુંડલા શહેરના ઐતિહાસિક દરબારગઢના ગેટ પાસે આવેલી જાહેર મુતરડી (પબ્લિક…

જાહેર શૌચાલયમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તાત્કાલિક ધોરણે નવું શૌચાલય બનાવવાની પ્રજાજનોની માગણી

સાવરકુંડલા શહેરના ઐતિહાસિક દરબારગઢના ગેટ પાસે આવેલી જાહેર મુતરડી (પબ્લિક ટોયલેટ) ઉપર છેલ્લા છ મહિનાથી લટકતા સ્લેબના કારણે મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ મુતરડી મુખ્ય બજારની નજીક આવેલી હોવાથી રોજ સેંકડો વ્યાપારીઓ, ગ્રાહકો અને સ્થાનિક નાગરિકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ તેની જર્જરિત હાલત જાનહાનીનું કારણ બની શકે છે. છ મહિના પહેલાં જૂની પોલીસ સ્ટેશનની પાછળની દીવાલ પડી જવાથી તેનો લટકતો સ્લેબ મુતરડીની છત ઉપર આવી ગયો છે.

આ સ્લેબ હેઠળ રોજ નાના-નાના ઈંટો અને પથ્થરો પડી રહ્યા છે. આજે સવારે એક મોટા સ્લેબનો ટુકડો પડ્યો, સદનસીબે કોઈ વ્યક્તિ અંદર ન હોવાથી જાનહાની ટળી ગઈ. પરંતુ આ લટકતું સ્ટ્રક્ચર ગમે ત્યારે પડી શકે છે, જેનાથી મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે.સ્થાનિક નાગરિકોએ અનેક વખત તંત્રને નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને આ વિશે જાણ કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. જો આ સ્ટ્રક્ચર પડવાથી કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન સ્થાનિકોમાં રોષ ફેલાવી રહ્યો છે.સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નવી મુતરડી બનાવે અને ખતરો દૂર કરે.

પિયુષભાઈ માનસેતા (વ્યાપારી) જણાવ્યું હતું. કે, મારી દુકાન મેઇનબજારમાં છે, મારે રોજ આ શૌચાલયનો ઉપયોગ દિવસમાં ચાર-પાંચ વાર કરવાનો થતો હોવાથી હવે તો આ શૌચાલયમાં જતા પણ ડર લાગે છે, કઈ થઈ જશે તો જવાબદારી કોની ! તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી અમારી માંગ છે.

વિજયભાઈ હિરપરા (વ્યાપારી) જણાવ્યું હતું કે, મારી દુકાન પણ મેઇન બજારમાં આવેલી છે, ગમે ત્યારે ઉપરથી સ્લેબ પડવાની બીક લાગે છે! રોજ મોતને જોઇને શૌચાલયમાં જતા હોઇએ તેવી ફીલીંગ આવે છે. તંત્ર કયારે જાગશે તે જોવાનુ રહયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *