કરો અમારી ધરપકડ, આપના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા

કેશોદમાં પ્રવિણ રામે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યુ, પોલીસ ભાજપના ઈશારે કામ કરતી હોવાના આક્ષેપ કેશોદમાં થોડા દિવસો પહેલા વરસાદને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા…

કેશોદમાં પ્રવિણ રામે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યુ, પોલીસ ભાજપના ઈશારે કામ કરતી હોવાના આક્ષેપ

કેશોદમાં થોડા દિવસો પહેલા વરસાદને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. આ મુદ્દે વિરોધ પ્રગટ કરવા માટે આમ આદમી પાર્ટી (અઅઙ)ના પ્રવીણ રામ સહિતના કાર્યકર્તાઓ અંડરબ્રિજના પાણીમાં હોડી લઈને પહોંચ્યા હતા.

આ વિરોધ પ્રદર્શન બદલ કેશોદ પોલીસે ‘આપ’ના કાર્યકર્તાઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર મામલે આજે ‘આપ’ના નેતા પ્રવીણ રામે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રવીણ રામે જણાવ્યું હતું કે, કેશોદનો અંડરબ્રિજ એટલે ‘ભાજપનો ભ્રષ્ટાચારી સ્વિમિંગ પૂલ’ છે, જ્યાં વિરોધ કરવા બદલ તેમના પર ભાજપના ઈશારે ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રવીણ રામે આક્ષેપ કર્યો કે, પોલીસે ફરિયાદમાં નામજોગ નવ લોકોની ધરપકડ કરી નથી. આથી, આ તમામ નવ લોકો આજે ઢોલ-નગારા સાથે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આજના દિવસને ‘ફરિયાદ દિવસ’ તરીકે ઉજવ્યો હતો. પ્રવીણ રામે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો અમારા પર ફરિયાદ કરી જ છે તો અમારી ધરપકડ કરી લો. ધરપકડ કરવી ન હોય તો ફરિયાદ શા માટે કરવામાં આવી છે? આના પરથી સાબિત થાય છે કે પોલીસ દ્વારા અમારા પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આપ’ના કાર્યકર્તાઓ ફરિયાદ કે ધમકીથી ડરતા નથી અને જનતા તેમજ ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશે.

‘આપ’ નેતાઓના આક્ષેપોના જવાબમાં કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એ. જાદવે સ્પષ્ટતા કરી હતી. પીઆઈ જાદવે જણાવ્યું હતું કે પ્રવીણ રામ સહિત નવ લોકો પર જે ફરિયાદ નોંધવામાં આવી છે, તે નોટિસેબલ ગુનો છે. તેમણે જણાવ્યું કે, પોલીસ દ્વારા જ્યારે ચાર્જશીટ કરવામાં આવે, ત્યારે આ ગુનામાં નામજોગ તમામ લોકોને કોર્ટમાં હાજર થવાનું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *