બેટ દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહમણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહમણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર સમીપ બેટ દ્વારકાધીશ મંદિરમાં યાત્રાધામનો મહિમા યાત્રાળુંઓને વર્ણવી યજમાનો પાસેથી મળેલ સહર્ષ દક્ષિણાથી ગુજરાન ચલાવી યજમાનવૃત્તિ કરનારા બ્રાહમણોએ બેટ દેવસ્થાન સમિતિ દ્વારા આશરે રપ દિવસ પહેલા અમલમાં લાવેલા યજમાનવૃત્તિ સાથે જોડાયેલ બ્રાહમણોનો મંદિરમાં યજમાનવૃત્તિ કરવા હેતુ પ્રવેશ નિષેધ કરવાથી અહીંના બ્રાહમણોની હાલત કફોડી બની છે. બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ એ એકમાત્ર આવકનો સ્ત્રોત ધરાવતા તીર્થગોર બ્રાહમણોને આ નિર્ણયથી આર્થિક ફટકો પડયો હોય આવકનો સ્ત્રોત બંધ થતાં બ્રાહમણો અસહાય જેવી સ્થિતિ અનુભવી રહયા છે. આજરોજ બેટ ગુગળી બ્રાહમણ સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ઠાકર સહિત સેંકડો બ્રાહમણોએ તંત્રના મનસ્વી નિર્ણય સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો હતો.
બ્રાહમણ આગેવાનોએ તીર્થ પુરોહિતોને કથિત રીતે દેવસ્થાન સમિતિએ તીર્થગોર સામે યજમાનવૃત્તિ ન કરવા દેવાના મનસ્વી નિર્ણયથી બ્રાહમણોને દાન સ્વરૂૂપે મળતી આવક બંધ થતાં બ્રાહમણોની હાલત કફોડી બની છે. વધુમાં તેઓએ શાંતિપૂર્ણ વિરોધનો સૂર દાખવતા આગામી સમયમાં આ અંગે યોગ્ય ઉકેલ ન આવે તો બ્રાહમણો દ્વારા વધુ આંદોલનાત્મક પગલા લેવાય તેવી સંભાવનાઓ જણાઈ રહી
