મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરતો પરીપત્ર તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા રાજયભરમાં દેકારો મચી ગયો હતો તેના વિરોધમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં યુવા અધિકારી ન્યાય ચળવળ દ્વારા રાજકોટ ખાતે બહુમાળી ભવનમાં આવેલ આધિનીતિ કચેરીનો ઘેરાવ કરી આવેદન પાઠવી પુન: શરૂ કરવા માંગણી કરાઇ હતી તેમજ જો ન્યાયીક કાર્યવાહી નહી થાય તો ગાંધીનગર ઘેરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ જ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી વેક્ધટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટા માંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજ ના 50000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.
આ પરિપત્રની અગાઉ જ જે સંસ્થાઓ એ વેક્ધટ ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે (ડિપ્લોમા, ડીગ્રી, ફાર્મસી, નર્સિંગ) આ બધા વિદ્યાર્થીઓ જેને વેક્ધટ ક્વોટામાં પ્રવેશ મળ્યો છે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે. જેને કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાત માં અલગ અલગ કચેરીઓ દ્વારા વેક્ધટ ક્વોટા માં પ્રવેશ પણ આપી દીધી છે અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે, તો હવે આ વિદ્યાર્થીઓને જો ફ્રીશિપ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોય તો તે શિષ્યવૃત્તિ થી વંચિત કઈ રીતે રહી શકે ? એટલે રાજ્ય સરકારનો આ જે અણધડ નિર્ણય છે તે તાત્કાલીક પાછો ખેંચવો જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા જો આ પરિપત્ર દિન 10 માં પાછો ખેંચવામાં નહીં આવે, તો અમારા દ્વારા આદિવાસી વિસ્તારોમાં જઈને આ તુઘલગી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું, વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતગાર કરી બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો પણ કરવામાં આવશે. તેમ અંતમાં ચિમકી ઉચ્ચારી છે.
