ગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળી

ગોંડલ શહેરમાં શ્યામ વાડી ચોક નજીક આવેલા ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા નામના હાઇપ્રોફાઇલ સ્પામાં મસાજ અને બોડી ફ્રેશમેન્ટના નામે ચાલતા દેહવ્યાપારના કારોબારનો રાજકોટ ગ્રામ્ય એન્ટી…

ગોંડલ શહેરમાં શ્યામ વાડી ચોક નજીક આવેલા ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા નામના હાઇપ્રોફાઇલ સ્પામાં મસાજ અને બોડી ફ્રેશમેન્ટના નામે ચાલતા દેહવ્યાપારના કારોબારનો રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે પર્દાફાશ કર્યો છે. ‘ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા’ નામના આ સ્થળેથી દરોડા દરમિયાન સ્પાના મહિલા માલિક અને મેનેજર સહિતની સંડોવણી સામે આવતા પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સ્પાની ઓફીસ માંથી દારુની બે બોટલ પણ મળી આવતા મેનેજર સામે અલગથી ગુનો નોંધાયો છે. રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ એન.એ. શુક્લ અને તેમની ટીમ ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન બાતમી મળી હતી કે શ્યામ વાડી ચોક પાસે પૂજન-2 બિલ્ડિંગના બીજા માળે આવેલ ‘ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા’માં બહારથી મહિલાઓને બોલાવીને બોડી ફ્રેશમેન્ટના નામે ગ્રાહકો પાસેથી રૂૂ. 1000 થી લઈને રૂૂ. 10,000 સુધીની રકમ વસૂલી અનૈતિક દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો છે.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સ્પામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્પાના માલિક સરિતા લામા (રહે. તિરૂૂમાલા ગોલ્ડ, ગોંડલ) અને મેનેજર જગદીશભાઈ રામજીભાઈ રાઠોડ (મુળ રહે. ગઢાળા, તા. વીંછિયા) હાજર મળી આવ્યા હતા.

સ્પાના જુદા જુદા રૂૂમોમાં તપાસ કરતા બહારના રાજ્યો (મુંબઈ, બિહાર અને ત્રિપુરા)થી આવેલી મહિલાઓ તેમજ મસાજ લેવા આવેલા સ્થાનિક ગ્રાહકો મળી આવ્યા હતા.રૂૂ. 4,730 ની રોકડ રકમ, મોબાઈલ ફોન, ઈંગ્લીશ દારૂૂની બે સીલબંધ બોટલો, સ્પાનું થેરેપી મેનુ, બિલ બુક, રોજમેળ બુક, ગ્રાહકોની વિગતો દર્શાવતી વર્કબુક, ભાડા કરારના કાગળો અને સીસીટીવી કેમેરાનું ઉટછ મળી કુલ રૂૂ. 21,230 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં પોલીસે સ્પાના માલિક સરિતા લામા તથા મેનેજર જગદીશ રાઠોડ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ ગુનો તેમજ મેનેજર સામે પ્રોહીબીશનનો અલગથી ગુનો નોંધી વધુ તપાસ ગોંડલ સીટી પોલીસના એએસઆઈ જી.કે. પુરોહિતને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *