અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી રૂૂપિયા એક લાખ 21 હજારની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા અને બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામ કરતા નિતેશભાઈ હરીસંગ જાડેજા નામના શ્રમિક યુવાનના બંધ રહેણાક મકાનને કોઈ તસ્કરોએ નીશાન બનાવી લીધું હતું, અને અંદર પ્રવેશ કરીલઈ 1,20 લાખની કિંમતના સોનાના દાગીના અને 1,500ની રોકડ રકમ સહિત 1,21,500 ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.
ઉપરોક્ત ચોરી ના બનાવ અંગે નિતેશભાઈ જાડેજા એ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન ના એએસઆઈ એમએલ જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
